Gujarati Video : જામનગરના વર્ષ 2017ના કેસમાં હાર્દિક પટેલ અને સહ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

| Updated on: Feb 10, 2023 | 4:39 PM

જામનગરના ધૂળસીયામાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. આ સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના ફોજદારી કેસમાં કોર્ટે હાર્દિક પટેલ અને સહ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.પાટીદાર આંદોલન દરમિયાન 4 નવેમ્બર 2017ના રોજ પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં ધૂળસીયામાં સભા યોજાઈ હતી. જેમાં સામાજિક સુધારણા અને શૈક્ષણિક ભાષણના બદલે રાજકીય ભાષણ […]

જામનગરના ધૂળસીયામાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. આ સભામાં વિવાદાસ્પદ ટિપ્પણીના ફોજદારી કેસમાં કોર્ટે હાર્દિક પટેલ અને સહ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.પાટીદાર આંદોલન દરમિયાન 4 નવેમ્બર 2017ના રોજ પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં ધૂળસીયામાં સભા યોજાઈ હતી. જેમાં સામાજિક સુધારણા અને શૈક્ષણિક ભાષણના બદલે રાજકીય ભાષણ કરતા પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જેમાં સરકારે હાર્દિક પટેલ સામે જુદી જુદી ધારા મુજબ ફોરજદારી કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video: ગાંધીનગર સ્ટ્રીટ વેન્ડિંગ માસ્ટર પ્લાન અમલમાં મૂકાતા લારી ગલ્લાવાળાને મળશે સુવિધા

Published on: Feb 10, 2023 04:30 PM