ઓસ્ટ્રેલિયામાં રાજકોટના યુવાને વગાડ્યો ડંકો, રેઈનફોર્ડ વોર્ડમાં કાઉન્સિલ પદે ચૂંટાયા કેયુર કામદાર
ગુજરાતના યુવાને ઓસ્ટ્રેલિયામાં ડંકો વગાડી દીધો છે. મૂળ રાજકોટના કેયુર કામદાર સ્ટર્ન ઓસ્ટ્રેલિયાના રેઈનફોર્ડ વોર્ડમાં ચૂંટણી લડ્યા હતા. અને 61 ટકા મત મેળવીને કાઉન્સિલ પદે ચૂંટાયા છે.
ઓસ્ટ્રેલિયામાં ગુજરાતના યુવાને ડંકો વગાડ્યો છે. મૂળ રાજકોટના કેયુર કામદાર ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના રેઈનફોર્ડ વોર્ડમાં 61 ટકા મત મેળવીને કાઉન્સિલ પદે ચૂંટાયા છે. ઓસ્ટ્રેલિયામાં પાછલા 14 વર્ષથી સ્થાયી થયેલા કેયુર કામદાર બેંકિંગ સેક્ટર સાથે સંકળાયેલા છે. કેયુર કામદારે સતત છ ટર્મથી ચૂંટાતા હરિફ ઉમેદવારને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. કેયુર પ્રથમ ગુજરાતી કોર્પોરેટર તરીકે પદે પસંદગી પામ્યા છે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં કાઉન્સિલરની ચૂંટણીની પદ્ધતિ પણ અલગ છે. અહીં લોકોને ઘરે બેલેટ આપવામાં આવે છે. અને 15 દિવસની અંદર લોકો તેમની અનુકૂળતા મુજબ બેલેટ પેપર પોસ્ટ કરે છે. જેમને કોઈ કારણોસર બેલેટ પેપર ન મળી શક્યા હોય તે ફાઈનલ દિવસે બુથ પર જઈને પણ મતદાન કરી શકે છે.
ગુજરાતી યુવાને વિદેશની ધરતી પર ઉમદા સફળતા મેળવતા સ્વજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. કેયુર કામદારે આર્થિક અને રાજકીય સફળતા મેળવતા હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે. કેયુર કામદાર સખત મહેતન અને ધગશથી રાજકીય રીતે પણ સફળતા મેળવશે તેવો પરિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: કૃષિ ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવી શકે છે બિગ ડેટા, જાણો કેવી રીતે કરશે કામ અને સ્માર્ટ ખેતીને મળશે પ્રોત્સાહન
આ પણ વાંચો: અમિત શાહે જમ્મુમાં નવા IIT કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે કરશે મુલાકાત