આજનું હવામાન : રાજ્યમાં વાતવરણમાં આવી શકે છે પલટો, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જુઓ વીડિયો

|

Nov 24, 2023 | 8:34 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.તો આવતીકાલથી ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતીકાલની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજના કારણે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો આવતીકાલથી ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો રવિવારની વાત કરીએ તો દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.

જ્યારે આગામી સોમવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં હળવો વરસાદ પડશે. આ સિવાય મધ્ય ગુજરાતમાં આણંદ અને ભરૂચ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video