રાજ્યના 10 હજાર સિનિયર તબીબોની હડતાળ મોકૂફ, સરકાર સાથેની બેઠક હકારાત્મક રહીઃ તબીબ એસોસિએશન

|

Dec 13, 2021 | 8:02 AM

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં સીનીયર ડોકટરો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે. આ વચ્ચે અહેવાલ આવ્યા છે કે રાજ્યના 10 હજાર સિનિયર તબીબોની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે.

Gujarat: રાજ્યના 10 હજાર સિનિયર તબીબોની હડતાળ (Doctors strike) મોકૂફ રહી હોવાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે આગામી 26 ડિસેમ્બર સુધી સિનિયર તબીબોની હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તબીબ એસોસિએશન અનુસાર સરકાર સાથેની બેઠક હકારાત્મક રહી છે. તો ચાર કલાકની બેઠક બાદ સકારાત્મક પરિણામ આવ્યાની માહિતી બહાર આવી છે.

આરોગ્ય વિભાગની અપીલ બાદ સિનિયર તબીબોની હડતાળ મોકુફ રાખવનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આવતીકાલથી સિનિયર તબીબો રાબેતા મુજબ સેવાઓ આપશે. જણાવી દઈએ કે કેટલાક સમયથી રાજ્યની અનેક હોસ્પિટલોમાં આ હળતાળ ચાલી રહી હતી.

જણાવી દઈએ કે અમુક માંગણીઓને લઈને તબીબો હડતાલ પર ઉતર્યા હતા. કામનું ભારણ વધતાં તબીબી વિદ્યાર્થીઓ અકળાયા PGના પ્રવેશ શરૂ ન થતા રેસિડન્ટ ડોક્ટરો ફરી હડતાળ પર ઉતર્યા. સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ વધી ગયું હોવાનો દાવો છે.

 

આ પણ વાંચો: Happy birthday Venkatesh: બોલિવૂડનો ‘અનાડી’ કેવી રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર? વેંકટેશના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

આ પણ વાંચો: ગજબનું ગામ: અહીં ક્યારેય થઈ નથી ગ્રામ પંચાયતની ચૂંટણી, હંમેશા થાય છે સમરસ, ચાલો જોઈએ ગામનો વિકાસ

Published On - 7:54 am, Mon, 13 December 21

Next Video