બાળકોના વેક્સિનેશન વિશે આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન: ઉપલબ્ધ વેક્સિન અને ટીમની કેપેસિટી પર કહી આ વાત

|

Jan 03, 2022 | 9:25 AM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગરના કોબામાંથી બાળકોના રસીકરણ મહાભિયાનનો શુભારંભ કરાવી દીધો છે. તો આરોગ્ય કમિશનરે વેક્સિનેશન વિશે માહિતી આપી.

Vaccination for 15-18 age group: રાજ્યમાં આજથી 15થી 18 વયના કિશોરોના રસીકરણનો (Corona Vaccination) પ્રારંભ થઈ ગયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગરના કોબામાંથી બાળકોના રસીકરણ મહાભિયાનનો શુભારંભ કરાવી દીધો છે. ગાંધીનગર નજીક કોબાની જી ડી કોબાવાલા હાઈસ્કૂલથી રસીકરણનો આરંભ કરાવ્યો છે. મુખ્યપ્રધાને સ્કૂલમાં પહોંચી 15થી 18 વર્ષના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સિનેશન ડ્રાઈવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

શાળાઓમાં વેક્સિનેશન

તો આ પ્રસંગે આરોગ્ય કમિશનરે કહ્યું કે અમારો પ્રયાસ છે કે આજથી 7 જાન્યુઆરી સુધીમાં રાજ્યની 100% શાળાઓમાં 15-18 વર્ષના બાળકોમાં વેક્સિનેશન કરી દેવામાં આવે. ત્યાર બાદ જે શાળામાં આવતા ના હોય કે રહી ગયા હોય, એવા બાળકો માટે 8 અને 9 જાન્યુઆરીએ વેક્સિનેશન યોજવામાં આવશે.

ટીમની કેપેસિટી ખુબ મોટી

વેક્સિનેશનને લઈને આરોગ્ય કમિશનરે કહ્યું કે અમારી ટીમો દરેક શાળામાં જશે. વેક્સિનનો જત્થો પણ ઉપલબ્ધ છે. ત્યારે ટીમો પણ મોટા પ્રમાણમાં વેક્સિનેશન કરવા માટે સક્ષમ છે. આરોગ્ય કમિશનરે યાદ કરાવતા કહ્યું કે PM ના જન્મદિન પર 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં 23 થી વધુ ડોઝ રાજ્યમાં આપવામાં આવ્યા હતા. એ રીતે જ ટીમની કેપેસિટી વધુ છે જ.

મહત્વનું છે કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 93 જેટલી શાળાઓમાં અંદાજે 20 હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે. અભિયાનમાં પ્રથમ દિવસે જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનું આયોજન છે.

 

આ પણ વાંચો: અનોખો વર્લ્ડ રેકોર્ડ: કચ્છના યુવાને સતત આટલા કલાક સુધી તાળી પાડીને બનાવ્યો રેકોર્ડ, ગણતરી જાણીને રહી જશો હેરાન

આ પણ વાંચો: કેવી રીતે સૌ ભણે, સૌ આગળ વધે? ગુજરાતના આ ગામમાં વાલીઓએ બાળકોને શાળામાં મોકલવાનું જ બંધ કર્યું, જાણો કારણ

Published On - 9:14 am, Mon, 3 January 22

Next Video