AHMEDABAD : હાથીજણ DPS સ્કૂલની માન્યતા નહીં આપવાના નિર્ણયને હાઈકોર્ટે રદ્દ કર્યો

|

Dec 13, 2021 | 8:05 PM

ગુજરાત હાઇકોર્ટમાં કેલોરેક્સ ફાઉન્ડેશને DPS સ્કૂલની ધોરણ 1થી 8ની માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે.

AHMEDABAD : નિત્યાનંદ સ્વામીના આશ્રમને કારણે વિવાદમાં ઘેરાયેલી અને અમદાવાદના હાથીજણ પાસે આવેલી DPS-ઇસ્ટ, હિરાપુર સ્કૂલની માન્યતાને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં કેલોરેક્સ ફાઉન્ડેશને DPS સ્કૂલની ધોરણ 1થી 8ની માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે.

કેલોરેકસ ફાઉન્ડેશનના વકીલના જણાવ્યા પ્રમાણે કોર્ટે અવલોકન કર્યું છે કે ધોરણ 1થી 8ના વર્ગ શરૂ કરવા માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા કાયદા પ્રમાણે યોગ્ય છે. જેથી તેને પરવાનગી મળવી જોઈએ. જેને લઇને કોર્ટે હાથીજણ વિસ્તારની ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના નિર્ણયને રદ કરતા કેલોરેકસ ફાઉન્ડેશનની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જે માટે સ્કૂલ સંચાલકોએ ફરીથી કેલોરેકસ ફાઉન્ડેશન સાથે એગ્રીમેન્ટ કરવાની ફરજ પડશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા DPS સ્કૂલને તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. મહત્વનું છે DPS સ્કુલ પાસે CBSE અને ગુજરાત બોર્ડની માન્યતા ન હોવાથી બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જો કે હવે હાઈકોર્ટે માન્યતા રદ્દ કરવાના આ આદેશને જ રદ્દ કરી દીધો છે.

માન્યતા રદ્દ થયા બાદ DPS EAST સ્કૂલને માન્યતા વગર પ્રાથમિક વિભાગ ચલાવવા બાબતે અમદાવાદ DPEO દ્વારા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ફટકારવા ઉપરાંત સ્કૂલને તાકીદ કરવામાં આવી હતી કે જો હજી પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવશે તો પદરરોજ રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો : GANDHINAGAR : હેડ કલાર્કનું પેપર લિક થયાના આક્ષેપ, પરીક્ષાના સમય પહેલા પેપર પહોચ્યાના આરોપ

Next Video