Gujarat Election 2022 : નડિયાદમાં જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં ભાજપની બેઠક, તૈયારીની સમીક્ષા કરી

|

Nov 30, 2022 | 6:22 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનો પ્રચાર બરાબરનો જામ્યો છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. જેમાં આજે ખેડા જિલ્લાના નડિયાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સમીક્ષા બેઠક કરી હતી. તેમણે ખેડા જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનો પ્રચાર બરાબરનો જામ્યો છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. જેમાં આજે ખેડા જિલ્લાના નડિયાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સમીક્ષા બેઠક કરી હતી. તેમણે ખેડા જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે 6 વિધાનસભા બેઠક પરની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમજ બેઠક બાદ તેમનો નડિયાદમાં રોડ શો યોજવામાં આવ્યો હતો.

આ પૂર્વે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનો પ્રચાર બરાબરનો જામ્યો છે.અમદાવાદના બહેરામપુરામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રોડ-શો યોજ્યો હતો. ખાડિયા-જમાલપુર બેઠકના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સાથે જે.પી. નડ્ડાએ ભવ્ય રોડ-શો યોજ્યો.જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું ઠેર-ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું છે. આ રોડ-શો દરમિયાન ભગવા ઝંડાઓથી કેસરિયો માહોલ સર્જાયો હતો.

Next Video