Gujarat Election 2022 : પીએમ મોદીએ કહ્યું આ ચૂંટણી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે

|

Nov 28, 2022 | 7:15 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે. પીએમ મોદી જામનગરમા જાહેર સભાને સંબોધી રહ્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે આ ચૂંટણી 5 વર્ષ માટેની નથી,આગામી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા માટે છે. જામનગર આગામી દિવસોમાં વિશ્વમાં ટ્રેડિશનલ મેડીસીનનું સેન્ટર બનશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે. પીએમ મોદી જામનગરમા જાહેર સભાને સંબોધી રહ્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે આ ચૂંટણી 5 વર્ષ માટેની નથી,આગામી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા માટે છે. જામનગર આગામી દિવસોમાં વિશ્વમાં ટ્રેડિશનલ મેડીસીનનું સેન્ટર બનશે. પીએમ મોદીએ જણાવ્યું કે ડ્રોન દ્વારા જમીનની માપણીની શરૂઆત કરી છે. અમે વચેટિયાઓને ખત્મ કર્યા છે. 5g આવવાની તૈયારી છે. યુવા પેઢીને સશક્ત કરવાનું કામ ભાજપે કર્યું છે. દેશમાં આયુષ્યમાન ભારત આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે. દેશના દરેક જિલ્લામાં 90 થી 100 કકરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 11 મેડિકલ કોલેજ હતી આજે 36 મેડિકલ કોલેજ હતી. તેમજ 11 વર્ષ પહેલા 15,000 સરકારી હોસ્પિટલ હતી અને આજે 36,000 બેડ છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, ગામડા ગરીબ પરિવારને રોગ ના થાય તે માટે કામ કર્યું છે. યોગ પર જોર આપવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતમાં અર્બન નક્સલીઓ પગપેસારો કરવાની ફિરાકમાં છે. તે લોકો મોકો શોધી રહ્યા છે. તેમજ જો તેમને મોકો મળશે તો રાજ્યની શાંતિને ભંગ કરશે. પરંતુ ગુજરાતના મૂળમાં શાંતિ છે. તેમજ અમે પણ શાંતિ, એકતા અને સદભાવના માટે કાર્ય કરીએ છીએ. તેમજ અમે વિકાસના મંત્રને આગળ વધારવાનો છે.

 

Published On - 7:15 pm, Mon, 28 November 22

Next Video