GANDHINAGAR : કથિત પેપરલીકના આક્ષેપ બાદ ગૃહવિભાગે બોલાવી મહત્વપૂર્ણ બેઠક

|

Dec 15, 2021 | 10:51 AM

PAPERLEAK ALLEGATION : ગૃહવિભાગે 11 વાગે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. તમામ તપાસ અધિકારીઓ આ બેઠકમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે.

GANDHINAGAR : ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીના કથિત પેપર લીક મામલે ગૃહવિભાગ હરકતમાં આવ્યું છે. આ અંગે ગૃહવિભાગે 11 વાગે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. તમામ તપાસ અધિકારીઓ આ બેઠકમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે. હિમંતનગર, પ્રાંતિજ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પેપરલીક થયાના આક્ષેપ છે. આ તમામ સેન્ટરો પર પોલીસ તપાસ ચાલી રહી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ હેડ કલાર્કનું પેપર લિક થયાના આક્ષેપ થયા છે.સાબરકાંઠાના હિંમતનગરના ખાનગી ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. એવા પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે કે 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હતા. ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પહોંચ્યું હતું એવા આરોપ AAP નેતા દ્વારા કરવામાં આવ્યાં છે.

આરોપ છે કે પરીક્ષાના સમય પહેલા એટલે કે 10 અને 36 મિનિટ પરીક્ષા પહેલા પેપર પહોંચ્યું હતું. હિંમતનગરમાં પેપર રૂપિયા 10 લાખ અને 12 લાખમાં વેચાયું હતું, આ સાથે સોશિયલ મીડિયામાં પેપર ફરતા થયા હતા તેનો પુરાવો આપ નેતાએ આપ્યો છે.

આ પણ વાંચો : GANDHINAGAR : વન વિભાગની ભરતીનો મુદ્દો સચિવાલ સુધી પહોંચ્યો, 2018થી પેન્ડીંગ છે ભરતી પ્રક્રિયા

આ પણ વાંચો :  ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન વર્ગો બંધ કર્યા, વિવિધ વિભાગોને પૂર્ણ ક્ષમતા સાથે ઓફલાઈન વર્ગ શરૂ કરવા કહ્યું

Next Video