Bhavnagar: આંગણે આવી અનોખી જાન, JCBમાં સવાર થઈને લગ્નમંડપમાં પહોંચ્યા વરરાજા, જુઓ VIDEO

|

May 17, 2022 | 7:17 PM

ભાવનગરના જેસર તાલુકામાં વરરાજા અનોખી જાન લઈને પહોંચ્યા હતા. તાંતણિયા ગામે વરરાજા JCBમાં સવાર થઈને લગ્નમંડપમાં પહોંચ્યા હતા.

Bhavnagar: ભાવનગરના જેસર તાલુકામાં વરરાજા અનોખી જાન લઈને પહોંચ્યા હતા. તાંતણિયા ગામે વરરાજા JCBમાં સવાર થઈને લગ્નમંડપમાં પહોંચ્યા હતા. આવી અનોખી જાન જોઈને ગામલોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વરરાજા JCBમાં સવાર થઈને વાજતે ગાજતે ધામધૂમથી પોતાના સાસરિયે પહોંચ્યા હતા. કેટલાક લોકો લગ્નની જાન, હેલિકોપ્ટર, મોંઘીડાટ કાર તેમજ હાથી ઘોડા પર સવાર થઈ જતા હોય છે. ત્યારે JCB પર વરઘોડોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ભગવાન ભરોસે ચાલી રહ્યા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો!

ભાવનગરના મહુવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે ચાલી રહ્યા છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ, કારણે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા PHCમાં ના તો પૂરતો સ્ટાફ છે, અને જે સ્ટાફ છે એ ગેરહાજર રહે છે. તો અમુક કેન્દ્રોમાં ડોક્ટર કે નર્સની વ્યવસ્થા પણ નથી. ચોંકાવનારી વાત એ છે કે, આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ચોથા વર્ગના કર્મચારીઓ ચલાવી રહ્યા છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લગ્ન પ્રસંગો પણ પુરજોશમાં હોવાથી ફૂડ પોઈઝનના બનાવો બની રહ્યા છે. ભાવનગરના સિહોરમાં પણ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગી. સિહોરમાં 200થી વધુ લોકોને ફુડ પોઇઝનિંગની અસર થવાને પગલે આ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભાવનગરના સિંહોરમાં રવિવારે લગ્ન પ્રસંગમાં છાશ પીધા બાદ લોકોને પેટમાં દુખાવો તેમજ ઝાડા-ઉલ્ટીની અસર જોવા મળી હતી. જે પછી એક પછી એક 200 જેટલા લોકોને ફુડ પોઇઝનિંગ થયુ હોવાનું સામે આવ્યુ છે.

Published On - 7:01 pm, Tue, 17 May 22

Next Video