SABARKANTHA : પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મતદારોમાં અનેરો ઉત્સાહ

|

Dec 19, 2021 | 4:58 PM

Gram Panchayat Election : પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી, પુરુષોની લાઈન કરતા મહિલાઓની લાઈન લગભગ બમણી હતી.

SABARKANTHA : રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો જંગ જામ્યો છે.હજારો ગામડાઓમાં લાખો લોકો મતદાન કરી રહ્યા છે.ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.મતદાન મથકો પર મહિલા મતદારોની લાંબી કતારો જોવા મળી.મતદારોનું કહેવું છે કે, સરપંચ ગમે તે બને પણ ગામડાઓમાં વિકાસના કામો થવા જોઈએ.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પોતાના સરપંચ અને ગ્રામ પંચાયત સભ્યોને મત આપવા સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. અહી પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી, પુરુષોની લાઈન કરતા મહિલાઓની લાઈન લગભગ બમણી હતી.

એક મતદારે કહ્યું કે અમે ગામનો વિકાસ કરે એવા સારા ઉમેદવારની પસંદગી કરવા ઇચ્છીએ છીએ. બીજા એક મતદારે કહ્યું કે ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે ગામના સર્વાંગી વિકાસના ભાગરૂપે ગામના વિકાસમાં ઉમદા કાર્યો કરીને બતાવે.તો અન્ય એક મતદારે કહ્યું જે ગામનો સરપંચ એવો હોવો જોઈએ જેનાથી ગામમાં વિકાસ થાય, ઉન્નતિ થાય અને ગામમાં કઈક નવું કરીને બતાવે.

ગુજરાતમાંગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાર વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 44 ટકા, મધ્ય ગુજરાતમાં 42 ટકા, દક્ષિણ ગુજરાત 42 ટકા અને ઉત્તર ગુજરાત 46 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જયારે જ્યારે ગુજરાતમાં બપોરે ત્રણ વાગે સુધીમાં સરેરાશ 33 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 36 ટકા, મધ્ય ગુજરાતમાં 28 ટકા, દક્ષિણ ગુજરાત 31 ટકા અને ઉત્તર ગુજરાત 33 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાર વાગ્યા  સુધીમાં 45 ટકા મતદાન

 

Next Video