પંચમહાલ : ગોધરામાં સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં નવો વળાંક, પોલીસ ફરિયાદ ન કરવા ટેલીફોનિક ભલામણ

|

Feb 14, 2024 | 10:53 PM

ગરીબોનું અનાજ ડુપ્લીકેટ સોફ્ટવેરની મદદથી સગેવગે કરવાના ગંભીર ગુનામાં પોલીસ ફરિયાદ ન કરવા મોબાઈલ નંબર પરથી ભલામણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. ભલામણ કરવા માટે આવેલા ફોન નંબરની તપાસ કરતા ફોન નંબર રામસી કરંગીયાનો હોવાનો ખુલાસો થયો છે.

પંચમહાલના ગોધરા શહેરમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા ડુપ્લીકેટ સોફ્ટવેર બનાવી આનાજ ચાઉં કરવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારીને પોલીસ ફરિયાદ ન કરવાની ટેલીફોનિક ભલામણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રમુખ બોલું છું તેમ જણાવી જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ન કરવા ટેલીફોનિક ભલામણ કરવામાં આવી છે.

ગરીબોનું અનાજ ડુપ્લીકેટ સોફ્ટવેરની મદદથી સગેવગે કરવાના ગંભીર ગુનામાં પોલીસ ફરિયાદ ન કરવા મોબાઈલ નંબર પરથી ભલામણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. ભલામણ કરવા માટે આવેલા ફોન નંબરની તપાસ કરતા ફોન નંબર રામસી કરંગીયાનો હોવાનો ખુલાસો થયો છે. રામસી કરંગીયા નરેન્દ્ર મોદી વિકાસ મિશનના ગુજરાત પ્રદેશના પ્રમુખ હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો પંચમહાલના ગોધરામાં બનાવટી સોફ્ટવેર દ્વારા સરકારી અનાજ ચાંઉ કરવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ વીડિયો

Next Video