Gir somnath: નરસિંહ મંદિર ટ્રસ્ટની જમીનનો વિવાદ, જમીન પચાવી પાડનારા શખ્સની કરાઈ ધરપકડ

|

May 19, 2022 | 6:43 PM

ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી નરસિંહ મંદિર ટ્રસ્ટની જમીન ભાડા પેટે લઈ તેને પચાવી પાડનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નરસિંહ મંદિર ટ્રસ્ટની 15 વિઘા જમીન 1993માં વરજાંગ સોલંકી નામના શખ્સને વર્ષે 4 હજાર રૂપિયાના ભાડા પટ્ટે આપવામાં આવી હતી પરંતુ આ શખ્સે સમય જતા ભાડુ આપવાનું બંધ કરીને જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો.

Gir Somnath: ગીર-સોમનાથ જિલ્લામાં આવેલી નરસિંહ મંદિર ટ્રસ્ટની (Narasimha Temple Trust) જમીન ભાડા પેટે લઈ તેને પચાવી પાડનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નરસિંહ મંદિર ટ્રસ્ટની 15 વિઘા જમીન 1993માં વરજાંગ સોલંકી નામના શખ્સને વર્ષે 4 હજાર રૂપિયાના ભાડા પટ્ટે આપવામાં આવી હતી પરંતુ આ શખ્સે સમય જતા ભાડુ આપવાનું બંધ કરીને જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. ટ્રસ્ટના મહંત ઘનશ્યામ દાસે જ્યારે આ શખ્સને જમીન ખાલી કરવાનું કહ્યું ત્યારે તેણે મહંતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટ્રસ્ટના મહંત ઘનશ્યામ દાસે આ અંગે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જામનગર પોલીસે જમીન પચાવી પાડનારા શખ્સ સામે કાર્યવાહી કરી છે. જામનગર પોલીસે વરજાંગ સોલંકી નામના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

સરકારી ગૌચર જમીનમાંથી ખનીજ ચોરીના રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ

ગીર સોમનાથમાં સરકારી ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુત્રાપાડાના આણંદપુર ગામે એ.એસ.પી ઓમપ્રકાશ જાટે દરોડા પાડી લાઇમ સ્ટોનની ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તો રાજુલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં લાઇમ સ્ટોન સપ્લાયનો આરોપ લાગ્યો છે. ખનીજ ચોરી અંગે માહિતી આપી એસીપી ઓમપ્રકાશ જાટે કહ્યું કે, ટ્રક ડ્રાઈવરની પૂછપરછમાં ખુલાસો થયો કે, ઉંબરી ગામના નિલેશ છાત્રોડીયા તથા વિરોદરના રમેશ છાત્રોડીયા આ રેકેટ ચલાવે છે. આ બંને જામનગર જિલ્લાના જામજોધપુરના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અલગ અલગ વાહનો મારફતે ખનીજ વિવિધ કંપનીઓમાં મોકલતા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગેને જાણ કરી છે.

Published On - 6:41 pm, Thu, 19 May 22

Next Video