પંચમહાલમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ, એજન્સીના સંચાલકોની જ સંડોવણી સામે આવી, જુઓ વીડિયો

|

Feb 28, 2024 | 6:50 PM

HP એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારીએ દરોડા પાડતા ગેસ સિલિન્ડરો સહિત 10.10 લાખના મુદ્દામાલની ઘટ સામે આવી હતી. એજન્સીના સંચાલકોએ દસ્તાવેજો પણ યોગ્ય રીતે રાખ્યા ન હતા. 91 હજારની કિંમતના 19 અને 5 કિલોના ગેસ સિલન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.

પંચમહાલમાં ગોધરાના ભુરાવાવમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. HP એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારીએ દરોડા પાડતા ગેસ રિફિલિંગનો ભાંડો ફૂટ્યો હતો. ગેસ એજન્સીના સંચાલકો એ જ કૌભાંડ આચર્યું હોવાની માહિતી મળી છે. 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી 5 કિલોના સિલિન્ડરનું રિફિલિંગ કરવામાં આવતું હતું.

તપાસમાં ગેસ સિલિન્ડરો સહિત 10.10 લાખના મુદ્દામાલની ઘટ સામે આવી હતી. એજન્સીના સંચાલકોએ દસ્તાવેજો પણ યોગ્ય રીતે રાખ્યા ન હતા. 91 હજારની કિંમતના 19 અને 5 કિલોના ગેસ સિલન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારી, ગોધરા શહેર મામલતદાર અને SOGએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરાઇ છે.

 

Next Video