Gandhinagar: ભારે વરસાદની સ્થિતિ અંગે સી.આર.પાટીલની બેઠક, પૂર પ્રભાવિત વિસ્તારો માટે પક્ષ તરફથી રાહત કિટ બનાવવા સૂચના

|

Jul 11, 2022 | 5:00 PM

રાજ્યામાં ભારે વરસાદની સ્થિતિ અંગે સી.આર.પાટીલની બેઠક યોજાઈ હતી. ભાજપ કાર્યાલય કમલમ ખાતે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક યોજાઈ હતી. તમામ જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

Gandhinagar: રાજ્યામાં ભારે વરસાદની સ્થિતિ અંગે સી.આર.પાટીલની (C. R. Patil) બેઠક યોજાઈ હતી. ભાજપ કાર્યાલય કમલમ ખાતે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક યોજાઈ હતી. તમામ જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ભારે વરસાદની સ્થિતિમાં તંત્રની સાથે ખડે પગે રહેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ પૂર પ્રભાવિત વિસ્તારો માટે પક્ષ તરફથી રાહત કિટ બનાવવા સૂચના અપાઈ હતી. જ્યારે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પણ રાજ્યામાં ભારે વરસાદની સ્થિતિને લઈ તમામ કાર્યકરોને અસરગ્રસ્તોની મદદ કરવા અપીલ કરી હતી.

ગુજરાતવાસીઓ માટે આગામી પાંચ દિવસ ભારે

ગુજરાતમાં રવિવાર રાતથી પડેલા વરસાદથી સમગ્ર રાજ્ય પાણીમાં તરબોળ થઇ ગયુ છે. ઠેર ઠેરથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. શાળા-કોલેજ, ગાર્ડન, દુકાનો, ખેતરો તમામ સ્થળે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. હજુ આ સ્થળોએથી પાણી માંડ ઓસરવાનું શરુ કર્યુ છે. ત્યાં ફરી હવામાન વિભાગે 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ રહેશે અતિભારે

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે. રાજ્યમાં 15 જુલાઈ પછી વરસાદથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને પગલે NDRF, SDRF અને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા તાકીદ કરી છે. તો વધુ વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા આદેશ કરાયો છે.

Published On - 4:55 pm, Mon, 11 July 22

Next Video