PANCHMAHAL : સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી 28 લાખની છેતરપિંડી, 2 મહિલા સહીત 4 આરોપીઓની ધરપકડ

|

Dec 31, 2021 | 7:04 PM

Online Fraud : ફરિયાદના આધારે પોલીસે મોબાઈલ નંબરની ઉંડાણપૂર્વક તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ હરિયાણાના ગુરુગ્રામ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું.

સાયબર ક્રાઈ પોલીસે ખાસ ટીમ બનાવીને ગુરૂગ્રામમાં દરોડા પાડી આ 4 શખ્સોની ધરપકડ કરી છે.જેમાં 2 મહિલાઓ પણ સામેલ છે.

PANCHMAHAL : જિલ્લાના હાલોલમાં રહેતા એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.ફેસબુક પર ડમી ID બનાવીને વ્યક્તિ સાથે મિત્રતા કેળવી કિંમતી ભેટ આપવાના બહાને રૂપિયા 28.45 લાખની ઠગાઈ કરી હતી.ફરિયાદના આધારે પોલીસે મોબાઈલ નંબરની ઉંડાણપૂર્વક તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ હરિયાણાના ગુરુગ્રામ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું.

સાયબર ક્રાઈ પોલીસે ખાસ ટીમ બનાવીને ગુરૂગ્રામમાં દરોડા પાડી આ 4 શખ્સોની ધરપકડ કરી છે.જેમાં મહિલાઓ પણ સામેલ છે.હાલ તો પોલીસ ચારેય ઈસમો પૈકી 2 આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી અગાઉ અન્ય કયા કયા ગુના આચર્યા છે તેમજ છેતરપીંડી કરી મેળવેલા નાણા રીકવર કરવા માટેની દિશામાં તપાસ હાથધરી છે.જયારે 2 મહિલા આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ નાઈઝિરિયાની ગેંગ સાથે સંપર્કમાં રહીને આ સમગ્ર રેકેટ ચલાવતા હતા.

આ પણ વાંચો : VADODARA : સુશાસન સપ્તાહ અંતર્ગત જિલ્લામાં ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગના રુ.14.55 કરોડના 1218 વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

આ પણ વાંચો : જેલમાંથી મુક્ત થયેલા AAP નેતાઓ આક્રમક મૂડમાં, જાણો શું કહ્યું ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ

Next Video