અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ, દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા

|

May 02, 2022 | 9:57 PM

આગમાં કોઈ જાનહાની કે નુકસાન ન થાય તે માટે હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોર્ડના તમામ દર્દીઓને બેડ સાથે નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય વોર્ડમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી.

અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગની જાણ થતાં જ દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફ બહાર આવી ગયો હતો. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ચોથા માળે AHU વિભાગમાં એસીના ડકમાં આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ આગ કાબૂમાં લેવાઇ હતી. આગ સામાન્ય હતી તેથી કોઈ જાનહાની થઈ નથી. ફરી ઘટના ન બને માટે ફાયર બ્રિગેડે ખરાઈ કરવા સહિતની કરી કામગીરી આરંભી હતી.

આગમાં કોઈ જાનહાની કે નુકસાન ન થાય તે માટે હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોર્ડના તમામ દર્દીઓને બેડ સાથે નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય વોર્ડમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી. ચોથા માળે એર કંટ્રોલિંગ યુનિટમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં ભેગા કરવામાં આવેલા કચરામાં સૌથી પહેલા આગ લાગી હતી. આ આગ ક્યાં કારણથી લાગી તેના વિષે કોઈ જાણકારી નથી, પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઘટનાને પગલે ફાયરબ્રિગેડની કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ આગનો ધુમાડો પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચ્યો હતો. જેથી તાત્કાલિક તમામ દર્દીઓને ખસેડી લેવાયા હતા.

Published On - 6:33 pm, Mon, 2 May 22

Next Video