જામનગર : ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન, કોર્ટે બે વર્ષની ફટકારી હતી સજા

|

Mar 18, 2024 | 8:33 PM

જામનગરના જાણીતા ઉદ્યોગપતિ પાસેથી ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ 1 કરોડથી વધુની રકમ ઉછીની લીધી હતી. જેના બદલામાં ઉદ્યોગપતિને ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતાં ઉદ્યોગપતિએ જામનગરની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો.

જામનગરમાં ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને જામીન મળ્યા છે. કોર્ટે 5 હજારના બોન્ડ પર સંતોષીના જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ચેક રિટર્ન કેસમાં રાજકુમાર સંતોષીને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. હાલ રાજકુમાર સંતોષીને અપીલને માન્ય રાખીને કોર્ટે જામીન મંજૂર કર્યા છે.

રાજકુમાર સંતોષીએ ઘાયલ, ઘાતક, દામિની જેવી ખ્યાતનામ ફિલ્મોમાં દિગ્દર્શન કર્યું હતું. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ પાસેથી ફિલ્મ દિગ્દર્શકે 1 કરોડથી વધુની રકમ ઉછીની લીધી હતી. જેના બદલામાં ઉદ્યોગપતિને ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતાં ઉદ્યોગપતિએ જામનગરની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો.

Next Video