પંચમહાલ : ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામમાં પિતા-પુત્રી તળાવમાં ડૂબ્યા, બંનેના મોત

|

Feb 18, 2024 | 8:41 PM

ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામે પુત્રી તળાવના પાણીમાં ગરકાવ થતાં પુત્રીને બચાવવા જતાં પિતા પણ તળાવના પાણીમાં ગરકાવ થતાં બંનેના મોત થયા હતા. તળાવમાં ડૂબવાથી પિતા પુત્રીનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. પિતા પુત્રીના મૃતદેહને પી.એમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.

પંચમહાલના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામમાં પિતા પુત્રી તળાવમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ગામના તળાવમાં ડૂબી જતાં પિતા પુત્રીનું મોત થયું છે. પૂજાનો સામાન તળાવમાં પધરાવવા જતા પુત્રીનો પગ લપસતાં આ ઘટના બની હતી.

પુત્રી તળાવના પાણીમાં ગરકાવ થતાં પુત્રીને બચાવવા જતાં પિતા પણ તળાવના પાણીમાં ગરકાવ થતાં બંનેના મોત થયા હતા. તળાવમાં ડૂબવાથી પિતા પુત્રીનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. પિતા પુત્રીના મૃતદેહને પી.એમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો પંચમહાલ : ગોધરામાં સરકારી અનાજ સગેવગે કરવાના કેસમાં નવો વળાંક, પોલીસ ફરિયાદ ન કરવા ટેલીફોનિક ભલામણ

Next Video