મોટા સમઢિયાળાની સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવાના ઇરાદે બ્રેઇનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
બાળકના પિતાએ સ્વામીનારાયણ ગુરૂકુળના જનાર્દન સ્વામી સામે ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે જ પરિવાર વિરુદ્ધ ઉશ્કેર્યાનો પણ પિતાએ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાનો ખુલાસો પિતાએ બાળકના ફોનમાં થયેલ ફોન કોલ રેકોર્ડિંગના માધ્યમથી થયો છે.
ગુજરાતમાં અનેક પરિવારો એવા હશે કે જેઓ પોતાના બાળકને ધર્મનું જ્ઞાન આપવાના હેતુથી ગુરૂકુળમાં ભણાવતા હશે. જો બાળક પરિવાર અને ધર્મ વચ્ચેનું બેલેન્સ જાળવી શકે તો સારી વાત છે, પરંતુ જો ધર્મ બાજુ વળી જાય અને પરિવારને ભૂલી જાય તો તેનાથી મોટો ઝટકો પરિવાર માટે હોય ના શકે. ગીરસોમનાથમાં આવી જ ઘટના સામે આવી છે. પીડિત પરિવારોએ આરોપ લગાવ્યો છે કે તેમના બાળકને સાધુ બનાવવા માટે બ્રેઈનવોશ કરાયું છે.
બાળકના પિતાએ સ્વામીનારાયણ ગુરૂકુળના જનાર્દન સ્વામી સામે ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે જ પરિવાર વિરુદ્ધ ઉશ્કેર્યાનો પણ પિતાએ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાનો ખુલાસો પિતાએ બાળકના ફોનમાં થયેલ ફોન કોલ રેકોર્ડિંગના માધ્યમથી થયો છે. હાલ પરિવારમાં ચિંતાનો માહોલ છે. બાળકને કઈ રીતે આ બધામાંથી બહાર કાઢવો તે અંગે પરિવાર પણ ચિંતામાં છે.
