Vadodara: વિદેશ મંત્રી એસ. જયશંકરે વડોદરા પાસપોર્ટ ઓફિસની અચાનક મુલાકાત લીધી, અરજદારો સાથે વાત કરી સુવિધાઓ જાણી
વિદેશ મંત્રી એસ જયશંકર અચાનક વડોદરાની પાસપોર્ટ કચેરીએ પહોંચતાં થોડી વાત માટે દોડધામ મચી ગઈ હતી. વિદેશમંત્રીએ વડોદરા પાસપોર્ટ કચેરીના અધિકારીઓ પાસેથી અરજીઓ અને તેના નિકાલની વિગતો મેળવી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકર (External Affairs Minister S. Jaishankar) બે દિવસના પ્રવાસે વડોદરા (Vadodara) આવ્યા છે. જ્યાં આજે તેમણે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અચાનક પાસપોર્ટ ઓફિસની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર અચાનક વડોદરાની પાસપોર્ટ કચેરીએ પહોંચતાં થોડી વાત માટે દોડધામ મચી ગઈ હતી. વિદેશમંત્રીએ વડોદરા પાસપોર્ટ કચેરીના અધિકારીઓ પાસેથી અરજીઓ અને તેના નિકાલની વિગતો મેળવી હતી. અધિકારીઓ સાથે પરામર્શ બાદ એસ. જયશંકરે અરજદારો સાથે રૂબરૂ ચર્ચા કરી હતી. પાસપોર્ટ કચેરીની મુલાકાતમાં વડોદરાના સંસદ રંજન બેન ભટ્ટ પણ જોડાયાં હતાં. કોવિડ સમયે ઘણા લોકોએ પાસપોર્ટ રીન્યુ નહોતા કર્યા જેના કારણે ફેબ્રુઆરી પછી અરજીઓનું પ્રમાણ વધ્યું છે. દરેક જગ્યાએ PSK બનાવવા લાગ્યા છે. વિદેશ મંત્રી એસ. જય શંકર પાસપોર્ટ ઓફિસમાં કતારમાં ઉભેલા લોકોને રૂબરૂ મળ્યા હતા અને પાસપોર્ટ કેન્દ્રમાં ક્યાં પ્રકરની સુવિધાઓ છે તે અંગે પૂછ્યું હતું. મંત્રી કક્ષાની વ્યક્તિ સામાન્ય નાગરિકોને મળતા લોકોએ આ પગલાંને આવકાર્યું હતું.
આ પહેલાં એસ. જયશંકર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કોરોનામાં અનાથ બનેલા બાળકોને સહાય આપી હતી. PM કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ અનાથ બાળકોને હેલ્થ કાર્ડ અને પાસબુક આપવામાં આવ્યા હતા. વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર, બાળકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે અનાથ બાળકોને અભ્યાસથી લઈ સારવાર સુધીની મદદ મળશે. આ બાળકો આત્મનિર્ભર બની શકે તે માટે ખાતામાં જ સીધા 10 લાખ સુધીની રકમ હપ્તે-હપ્તે મળતી રહેશે.