બનાસકાંઠા : પૂર્વ IPS સંજીવ ભટ્ટ 28 વર્ષ જૂના NDPS કેસમાં દોષિત જાહેર, કોર્ટ આવતીકાલે સંભળાવશે સજા

|

Mar 27, 2024 | 7:13 PM

આ ડ્રગ કેસ 1996નો છે એટલે કે લગભગ 28 વર્ષ જૂનો છે. સંજીવ ભટ્ટ તે સમયે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના SP હતા. સંજીવ ભટ્ટ પર પાલનપુરની એક હોટલમાં ખોટી રીતે અફીણનો જથ્થો મુકી રાજસ્થાનના પાલીના વકીલને નાર્કોટિક્સના કેસમાં ખોટી રીતે ફસાવવાનો આરોપ હતો.

ગુજરાતના ચર્ચિત પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ ફરી એકવાર મુશ્કેલી વધી છે. કોર્ટે તેમને 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં દોષિત ઠેરવ્યા છે. NDPS એક્ટ હેઠળ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ 1996માં કેસ નોંધવામાં આવ્યો હતો. બુધવારે સંજીવ ભટ્ટને આ જ કેસમાં પાલનપુર એડીશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સુનાવણી દરમિયાન કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા.

આ ડ્રગ કેસ 1996નો છે એટલે કે લગભગ 28 વર્ષ જૂનો છે. સંજીવ ભટ્ટ તે સમયે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના SP હતા. સંજીવ ભટ્ટ પર પાલનપુરની એક હોટલમાં ખોટી રીતે અફીણનો જથ્થો મુકી રાજસ્થાનના પાલીના વકીલને નાર્કોટિક્સના કેસમાં ખોટી રીતે ફસાવવાનો આરોપ હતો. આ અંગે વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવતાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ સંજીવ ભટ્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ મામલે સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઇ હતી.

Next Video