કોરોનાકાળમાં કોન્સ્ટેબલથી માંડી કમિશનર સુધી સૌએ ફરજપાલનનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

|

Jul 13, 2021 | 6:18 AM

TV-9 ના કોન્ક્લેવમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હતું કે, કોરોનાકાળમાં પોલીસના જવાનોને માનવીય ચહેરો સામે આવ્યો હતો.

કોરોનાકાળમાં કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધી સૌએ ફરજપાલનનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે, તેમ ગૃહ રાજ્યમંત્રી (Home Minister) પ્રદીપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja)અમદાવાદની હયાત હોટલમાં આયોજીત TV-9 ના કોન્ક્લેવમાં (TV9 Conclave) જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં પોલીસના જવાનોને માનવીય ચહેરો આપણી સામે આવ્યો અને તેમને ભૂખ્યાને અન્ન પહોંચાડવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું. વધુમાં જાડેજાએ ઉમેર્યુ હતું કે, લોકડાઉનમાં પોલીસ તંત્રએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાનૂનનો સુપેરે અમલ કરાવ્યો અને જેના પરિણામે કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળી હતી.

પ્રદીપસિંહ જાડેજાએ કોરોનામાં શ્રમિકોની વતન વાપસી માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરાયેલા પ્રયાસોની રુપરેખા આપતા જણાવ્યું હતું કે, કોરોનાના કારણે લાખોની સંખ્યામાં શ્રમિકો તેમના વતન પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના માટે રાજ્ય સરકારે વાહન વ્યવહારની સુવિધા ઉપ્લબ્ધ કરાવવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો કર્યા. તેમણે ઉમેર્યું કે ગામડાઓ અને નગરો સુધી શ્રમિકોને પહોંચાડવા માટે વિશેષ બસ અને ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

19 માર્ચે કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારથી માંડીને કોરોનાની સંભવિત ત્રીજી લહેર સુધીના સમયપટનો ચિતાર આપતા કહ્યું કે, ગુજરાત અને ભારત સરકાર માટે Covid-19 ના પ્રોટોકોલની અમલવારીનું કામ ઘણું પડકારજનક હતું, પરંતુ તેમાં ઈશ્વરની કૃપાથી આ પડકારને ઝીલીને આપણે તેમાંથી હેમખેમ બહાર આવ્યા.

પ્રદીપસિંહે કોરોના જ્યારે ટોચ પર હતો ત્યારે નકલી રેમડેસેવીર અને તેની કાળાબજારને અટકાવવા માટે પોલીસ તંત્રએ લીધેલા કઠોર પગલાની વિગતો આપતા કહ્યું કે, જ્યારે સવાલ નાગરિકોના જીવનનો હોય ત્યારે ગુજરાત સરકારે કદી ઢીલું વલણ અપનાવ્યું નથી અને કાળાબજાર કરનારાઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ રથયાત્રા તેમજ આગામી અન્ય તહેવારોની ઉજવણી સંદર્ભના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જે તે સમયે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુરુપ નિર્ણયો લેશે. આ સેશનમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી ઉપરાંત ગુજરાત મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શ્રી મોનાબહેન દેસાઈ તેમજ શહેરના ગણમાન્ય નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Video