Dwarka : ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમી પર્વે મહાભોગ ધરાવાશે

|

Aug 19, 2022 | 9:51 PM

જગત મંદિર દ્વારકામાં(Dwarka) દર્શન માટે ભાવિકોની કતાર લાગી છે. તમામ કૃષ્ણ ભક્તોમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ આજે ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમી પર્વે મહાભોગ ધરાવવામાં આવશે. 

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી(Janmashtmi 2022)  ઉજવણીને લઈ માત્ર જગતમંદિર જ નહી,, પરંતુ પુરી દ્વારકા નગરીને શણગારાઈ છે. દુર-દુરથી કૃષ્ણભક્તો દ્વારકામાં આવી પહોંચ્યા છે,,, જગત મંદિરમાં દર્શન માટે ભાવિકોની કતાર લાગી છે. તમામ કૃષ્ણ ભક્તોમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ આજે ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમી પર્વે મહાભોગ ધરાવવામાં આવશે.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવાનો અનેરો અવસર એટલે જન્માષ્ટમી. આ પાવન પર્વ પર દ્વારકાનગરીમાં દેશ-વિદેશથી આવતા ભક્તોનો મહાસાગર ઘુઘવતો હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ શકશે. જન્માષ્ટમી પર્વ પર વહેલી સવારે 6 વાગ્યે પ્રભુની મંગળા આરતી ઉતારવામાં આવી. જે બાદ સવારે 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન અને અભિષેકવિધિ કરાઈ.

સવારે 10 વાગ્યે શ્રીજીને સ્નાનભોગ અર્પણ કરાયો. 11 વાગ્યે પ્રભુની શ્રૃંગાર આરતી થઈ. હવે બપોરે 12 વાગ્યે ભગવાનને રાજભોગ ધરાવવામાં આવશે. બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. જેમાં સાંજે 5 વાગ્યે ભાવિકભક્તો ઉત્થાપન દર્શનનો લાભ લઇ શકશે. તો 5 વાગ્યાથી 5-45 વાગ્યા દરમ્યાન ઉત્થાપનભોગ, 7 થી 7-30 દરમ્યાન સંધ્યા ભોગ અને સાંજે 7-30 વાગ્યે સંધ્યા આરતીના દર્શન થઇ શકશે. રાત્રે 8 વાગ્યે શયનભોગ અને 8-30 વાગ્યે શયન આરતી થશે. જે બાદ 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા દરમ્યાન મંદિર બંધ રહેશે.રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે પ્રભુની પધરામણી થશે. જે બાદ ભક્તજનો રાત્રે 2-30 વાગ્યા સુધી બાળગોપાલના દર્શન કરી શકશે.

Published On - 9:47 pm, Fri, 19 August 22

Next Video