Porbandar: માછીમારોની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત, બંદર પર ડ્રેજિંગની કામગીરીનો થયો પ્રારંભ

|

May 17, 2022 | 5:49 PM

પોરબંદરના બંદર વિસ્તારમાં PPP ધોરણે ડ્રેજિંગ કામગીરીનો પ્રારંભ થયો છે. પોરબંદરમાં નાની-મોટી 4 હજાર 500 જેટલી બોટ ફિશિંગ કરે છે. હવે બંદર પર ડ્રેજિંગની મંજૂરી મળતા જ માછીમારોને ફિશિંગ બોટ લાવવા અને લઈ જવામાં સરળતા રહેશે.

Porbanda: પોરબંદરના બંદર વિસ્તારમાં PPP ધોરણે ડ્રેજિંગ કામગીરીનો પ્રારંભ થયો છે. પોરબંદરમાં નાની-મોટી 4 હજાર 500 જેટલી બોટ ફિશિંગ (Fishing boat) કરે છે. સમુદ્રમાં જ્યારે ભરતી (Tides in the sea) આવે ત્યારે જ ફિશિંગ બોટ સરળતાથી કિનારે આવી શકતી એવી સ્થિતિ હતી. જ્યારે સમુદ્રમાં ઓટ ચાલતી હોય ત્યારે માછીમારોને (Fishermen) ખુબ જ મુશ્કેલી પડી રહી હતી. આ સમસ્યા અંગે માછીમારો દ્વારા વર્ષોથી સરકારને રજૂઆત કરવામાં આવી રહી હતી. તેમ છતા માછીમારોની સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું. પરંતુ હવે બંદર પર ડ્રેજિંગની મંજૂરી મળતા જ માછીમારોને ફિશિંગ બોટ લાવવા અને લઈ જવામાં સરળતા રહેશે. સમુદ્રમાં ફિશિંગ બોટો ચાલે છે તે માર્ગે રેતી દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખારવા સમાજના પ્રમુખે વિધિવત રીતે ડ્રેજિંગની કામગીરી શરૂ કરાવી હતી.

પાકિસ્તાને ભારતીય બોટ ‘અલ કિરમાની’ને પકડી લીધી

પાકિસ્તાનમાં ભારતીય ફિશિંગ બોટ ‘અલ કિરમાની’ પકડાઈ છે. શુક્રવારે મોડી રાત્રે તેની અરબી સમુદ્ર- દરિયાઈ સરહદ નજીકથી બોટને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ આઠ ક્રૂ મેમ્બર સાથે પકડી પાડવામાં આવી હતી. આ સાથે જ પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબારના અહેવાલો મળી રહ્યા છે. એક સરકારી સૂત્રએ આ માહિતી આપી છે. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન આ પ્રકારનું કૃત્ય કરી રહ્યું છે. બલ્કે આ પહેલા પણ તે ઘણી વખત ભારતીય માછીમારોને નિશાન બનાવી ચૂક્યો છે. પાણીમાં સીમા બરાબર જાણી શકાતી નથી, જેના કારણે માછીમારોને કસ્ટડીમાં લેવામાં આવે છે, જ્યારે તેઓ માછીમારી માટે જ પાણીમાં જાય છે.

Published On - 5:49 pm, Tue, 17 May 22

Next Video