Diwali 2022 : ઓનલાઇન વેચાણ વધારાથી પોરબંદરમાં સ્થાનિક વેપારીઓની ઘરાકી ઘટી

|

Oct 23, 2022 | 9:21 AM

ક્યાંક મોંઘવારીનો માર છે તો ક્યાંક ઓનલાઈન ખરીદીને કારણે બજારની સ્પર્ધામાં  વેપારીઓ પાછળ પડી ગયા છે એવું કહીએ તો ખોટું નહીં. વેપારમાં  નુકસાનને કારણે  સ્થાનિક વેપારીઓને   તેજીની રંગત જોવા મળતી નથી.  આથી સ્થાનિક વેપારીઓ ગ્રાહકોને  આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ અને  ગિફટ આપવાના રસ્તા પણ અપનાવી રહ્યા છે . 

દિવાળી  (Diwali 2022) પ્રકાશ અને રોશનીનું પર્વ કહેવાય છે અને નાની મોટી ખરીદીને કારણે વેપારી વર્ગમાં આશાવાદનો સંચાર થતો હોય છે કે આ ખરીદીના કારણે તેમના વેપારમાં તેજી જોવા મળશે, પરંતુ પોરબંદરના (Porbandar) સ્થાનિક વેપારીઓ દિવાળીના સમયે પણ બજારમાં સુસ્તી અનુભવી રહ્યા છે કારણ કે વિવિધ ઇ કોર્મસ  સાઇટ પરથી લોકો ઓનલાઇન  ખરીદી કરી રહ્યા છે તેના કારણે સ્થાનિક વેપારીઓને દિવાળીના છેલ્લા છેલ્લા દિવસોમાં પણ  ખરીદી થતી નથી અને  રોજગારીનું  સર્જન ઓછું થાય છે.

બદલાતા સમય સાથે ઓનલાઈન ખરીદીનો વ્યાપ વધી રહ્યો છે એ જોતાં બજારમાં વર્ષોથી વેપાર કરતાં વેપારીઓની મુશ્કેલી કેવી વધી છે ? અને લોકોને શું ફાયદો અને નુકસાન છે તેની આજે ફિકર કરીએ. કોરોનાકાળ બાદ લોકો ધીમી ગતિએ ચાલતા થયા પરંતુ બજારમાં હજુ મંદીની અસર દેખાય છે. ક્યાંક મોંઘવારીનો માર છે તો ક્યાંક ઓનલાઈન ખરીદીને કારણે બજારની સ્પર્ધામાં  વેપારીઓ પાછળ પડી ગયા છે એવું કહીએ તો ખોટું નહીં. વેપારમાં  નુકસાનને કારણે  સ્થાનિક વેપારીઓને   તેજીની રંગત જોવા મળતી નથી.  આથી સ્થાનિક વેપારીઓ ગ્રાહકોને  આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ અને  ગિફટ આપવાના રસ્તા પણ અપનાવી રહ્યા છે.

ભાવ વધારાને કારણે પણ ઘટી ખરીદી

વર્ષો વર્ષ  વિવિધ વસ્તુમાં થતો ભાવવધારો પણ લોકોની ખરીદી પર અસર  કરી રહ્યો છે . રેડીમેઈડ કાપડ હોય કે કટલરી કે પછી ઘર સજાવટની વસ્તુઓ- આ તમામાં પેટ્રોલ, ડીઝલ અને ટ્રાન્સપોર્ટેશનના ભાવો વધવાની અસર દેખાઈ રહી છે. મોટાભાગની વસ્તુઓમાં અંદાજે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો આવ્યો છે. જેને કારણે ગ્રાહકો ખરીદી કરતાં પહેલાં સો વાર વિચાર કરે છે તેમાંય ઓનલાઈનની ખરીદીની વધતા સ્થાનિક માર્કેટમાં દિવાળીના સપ્તાહ પહેલાં જે ગ્રાહકો ખરીદી કરતા જોવા મળવા જોઈએ તેની ટકાવારી પણ ઘટી છે

Next Video