Diu: પોલીસ અને પર્યટકો વચ્ચે થઈ હાથાપાઈ, દંડ વસુલી દરમિયાન રકઝક થતાં બિચક્યો મામલો, જુઓ VIDEO

|

May 29, 2022 | 11:27 PM

પ્રસિદ્ધ પર્યટન સ્થળ દીવમાં પોલીસ (Police) અને પર્યટકો વચ્ચે મારામારીના કેસમાં ગુનો નોંધાયો છે. પોલીસની ફરજમાં રૂકાવટની કાર્યવાહી કરી તમામ પર્યટકોને દીવ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

Diu: પ્રસિદ્ધ પર્યટન સ્થળ દીવમાં પોલીસ (Police) અને પર્યટકો વચ્ચે મારામારીના કેસમાં ગુનો નોંધાયો છે. પોલીસની ફરજમાં રૂકાવટની કાર્યવાહી કરી તમામ પર્યટકોને દીવ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. પોલીસ અને પર્યટકો વચ્ચે થયેલી મારપીટનો વીડિયો પણ સામે આવ્યો હતો. બનાવની વાત કરીએ તો દીવ પોલીસે નશામાં ગાડી હંકારતા ડ્રાઈવરને અટકાવ્યો હતો. આ ડ્રાઈવરે સીટ બેલ્ટ પણ બાંધેલો ન હતો. જેથી નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે એક હજાર રૂપિયાનો દંડ ફટકારતા જ ઉશ્કેરાયેલા પર્યટકોએ પોલીસ કર્મચારીઓને માર મારવાનું શરૂ કર્યું હતું. પર્યટકોએ મહિલા પોલીસ સાથે પણ અપશબ્દો બોલીને ઝપાઝપી કરી હતી. જો કે પોલીસનો વધુ કાફલો આવતા જ તમામને ઝડપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ મારામારીમાં ઘાયલ કેટલીક મહિલા પર્યટકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ તમામ પર્યટકો મૂળ અમરેલીના વતની હોવાનું સામે આવ્યું છે.

40 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબકયો

ગીર સોમનાથના સૂત્રાપાડાના બીજ ગામે દીપડો કૂવામાં ખાબકયો હોવાનું સામે આવ્યું છે. શિકારની શોધમાં આવેલો દીપડો 40 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતા વન વિભાગે રેસ્કયુ ઓપરેશન કર્યું હતું. સ્થાનિકોની મદદથી વન વિભાગે એક કલાકના રેસ્ક્યૂ બાદ દીપડાને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. દીપડાને હાલ સારવાર માટે અમરાપૂર એનીમલ કેર સેન્ટર ખસેડાયો હતો.

Next Video