Amreli: આ દવાખાનું છે કે ખંડેર! બાબરામાં આવેલું પશુ દવાખાનું જર્જરિત હાલતમાં, જુઓ VIDEO

|

Jul 24, 2022 | 7:55 AM

એકતરફ રાજ્યભરમાં લમ્પી વાયરસનો ફફડાટ છે ત્યારે અમરેલીના બાબરામાં પશુ દવાખાનું બિસ્માર હાલતમાં છે. પશુ દવાખાનામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરીને તબીબો કામગીરી કરી રહ્યા છે.

Amreli: એકતરફ રાજ્યભરમાં લમ્પી વાયરસનો ફફડાટ છે ત્યારે અમરેલીના બાબરામાં પશુ દવાખાનું (animal dispensary) બિસ્માર હાલતમાં છે. પશુ દવાખાનામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરીને તબીબો કામગીરી કરી રહ્યા છે. ત્યારે અહીં સ્થિતિ એવી છેકે પશુપાલકો કરતા પશુ ડોક્ટરોને વધુ મદદની જરૂર ઉભી થઈ છે. રાજ્યભરમાં એક તરફ જ્યાં લમ્પી વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યાં બીજી તરફ અમરેલી જિલ્લાના બાબરામાં આવેલું પશુઓનું દવાખાનું તંત્રની બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કરી રહ્યું છે.

પશુ દવાખાનામાં છત પરથી પાણી ન ટકપે તે માટે પ્લાસ્ટિકનો કવર લગાવી દેવાયો છે. જેની નીચે તબીબો સારવાર કરી રહ્યા છે. ખંડેર જેવા લાગતા આ દવાખાનાને બદલે પશુ ચિકિત્સકોને સારી સુવિધા મળે તેવી માગ થઈ રહી છે.આસપાસના ગામડાના આશરે 30 જેટલા પશુપાલકો આ દવાખાનામાં પશુઓની સારવાર માટે આવે છે. તેમજ હાલની પરિસ્થિતિને જોતા લમ્પી વાઇરસ સામે પશુઓને રક્ષણ અપાવવા દવાખાનાઓની ખાસ જરૂરિયાત ઉભી થઇ છે. ત્યારે ફરજ બજાવી રહેલા ડોક્ટરોએ વહેલીતકે જર્જરિત દવાખાનાનું સમારકામ કરાવવાની તંત્ર પાસે માગ કરી છે.

Next Video