Vadodara: દિવ્યાંગ મહિલાની કરૂણ કહાની, એક મહિનાથી UCD કાર્ડના દાખલા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહેલી છે આ મહિલા

|

May 17, 2022 | 9:12 PM

Vadodara: ગરીબ કલ્યાણની વાતો વચ્ચે એક એવી ઘટના સામે આવી જે સરકારી બાબુઓની પ્રજા પ્રત્યેની ઉદાસીનતાની ચાડી ખાઇ રહી છે. સંસ્કારી નગરી વડોદરામાં અહીં પોતાના હક માટે એક દિવ્યાંગ મહિલાને દરદરની ઠોકર ખાવી પડી રહી છે.

Vadodara: ગરીબ કલ્યાણની વાતો વચ્ચે એક એવી ઘટના સામે આવી જે સરકારી બાબુઓની પ્રજા પ્રત્યેની ઉદાસીનતાની ચાડી ખાઇ રહી છે. સંસ્કારી નગરી વડોદરામાં અહીં પોતાના હક માટે એક દિવ્યાંગ મહિલાને દરદરની ઠોકર ખાવી પડી રહી છે. આયશા નામની મહિલા છેલ્લા એક મહિનાથી UCD કાર્ડના દાખલા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહી છે. આયશા જે સરકારી કચેરીમાં જાય ત્યાં એક જ જવાબ સાંભળવા મળે છે કે સાહેબ નથી. વડોદરા કોર્પોરેશનમાં પણ મેયરે મિટિંગમાં હોવાનું કહીને છટકી ગયા. અને દિવ્યાંગ મહિલાને નિરાશ થવાનો વારો આવ્યો હતો.

જોકે દિવ્યાંગ મહિલાની વ્હારે વડોદરા મનપાના વિપક્ષના નેતા આવ્યા. તેમણે મહિલાને મદદ કરી અને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. તો બીજી તરફ મનપાના શાસકો લાજવાને બદલે ગાજ્યા અને દિવ્યાંગ મહિલાની મદદ કર્યાનો જશ ખાટવાનો પ્રયાસ કર્યો. સાથે જ તમામ પ્રકારની મદદ કરવાનો બાંહેધરી પણ આપી હતી.

વડોદરા કોર્પોરેશનનાં સત્તાધીશોની 13 મહિનામાં 6 લાખ 50 હજાર રુપિયાનો ચા નાસ્તો ઝાપટી ગયા !

વડોદરા (Vadodara) મહાનગરપાલિકા હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે ફરી એક વાર મહાનગરપાલિકા લોકોમાં ચર્ચાનો વિષય બની છે. વડોદરા મહાનગરપાલિકાની પોલ પરી એક વાર ખુલી ગઇ છે. એક RTI એક્ટિવીસ્ટ દ્વારા કોર્પોરેશનના ખર્ચની જાણકારી મેળવવા માટે કરવામાં આવેલી RTIમાં મોટો ઘટસ્ફોટ થયો છે. મહાનગરપાલિકાના સત્તાધીશો છેલ્લા 13 મહિનામાં 6 લાખ 50 હજાર રુપિયાનો ચા નાસ્તો ઝાપટી ગયા હોવાનું સામે આવ્યુ છે.દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 210 સખીમંડળોને કરવામાં આવી 2.55 કરોડની મદદ

Published On - 9:12 pm, Tue, 17 May 22

Next Video