Devbhumi Dwarka: દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યું, 6 ખલાસીઓનો કોસ્ટગાર્ડે કર્યો બચાવ

|

May 27, 2022 | 7:33 PM

દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યું (boat sinks ) હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જહાજ સલાયા બંદરેથી પોરબંદર માટે રવાના થયું હતું.

દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યું (boat sinks ) હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જહાજ સલાયા બંદરેથી પોરબંદર માટે રવાના થયું હતું. મહત્વનું છે કે, ઘટનાની જાણ થતા જ કોસ્ટગાર્ડે ત્યાં પહોંચીને જહાજમાં સવાર 6 જેટલા ખલાસીઓને બચાવી લીધા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)  ગુજરાતના પ્રવાસે છે.  જેમાં પોતાના ત્રણ  દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ સહકાર સંમેલન(તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ગુજરાતભરની સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને એક છત્ર હેઠળ લાવીને 28મી મેએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં ખાતે મહાસંમેલનમાં યોજાઈ રહ્યું છે.જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ઉપસ્થિત હશે.અમિત શાહના કાર્યક્રમની વાત કરીએ તો.વહેલી સવારે 9.45 કલાકે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પરથી જામનગર જશે.ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે દેવભૂમિ દ્વારકા જશે.જ્યાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવશે. ગૃહપ્રધાનના હસ્તે જામનગર જિલ્લામાં રૂપિયા 347 કરોડના ખર્ચે તૈયાર પોલીસ વિભાગના આવાસોનું લોકાર્પણ કરાશે. તેઓ 25 જિલ્લાના પોલીસ વિભાગના 57 મકાનોનું એક સાથે ઈ-લોકાર્પણ કરશે

Published On - 7:32 pm, Fri, 27 May 22

Next Video