Devbhoomi Dwarka: ડુપ્લિકેટ લાઈસન્સ કૌભાંડનો પર્દાફાશ, પોલીસે કરી 12 જેટલા આરોપીઓની ધરપકડ

|

May 17, 2022 | 5:30 PM

દેવભૂમિ દ્વારકા અને મીઠાપુરમાંથી બનાવટી લાઈસન્સ બનાવવાના (Duplicate license) કૌભાંડનો પોલીસે પર્દાફાશ થયો છે. સાથે 12 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા અને મીઠાપુરમાંથી બનાવટી લાઈસન્સ બનાવવાના (Duplicate license) કૌભાંડનો પોલીસે પર્દાફાશ થયો છે. સાથે 12 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 10 જેટલા ડુપ્લિકેટ લાઈસન્સ મળી આવ્યા હતા. તમામ આરોપીઓ વિરૂદ્ધ પોલીસે (Devbhoomi Dwarka Police) ગુનો નોંધી પુછપરછ હાથ ધરી છે. પુછપરછમાં ડુપ્લિકેટ લાઈસન્સ કૌભાંડમાં વધુ કેટલાક નામો ખુલવાની પણ સંભાવના છે. સાથે જ આરોપીઓએ કેટલા લોકોને ડુપ્લિકેટ લાઈસન્સ આપ્યા છે તે અંગે પોલીસ દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે.

મરીન ઈન્સ્ટિટ્યુટની બોગસ ડિગ્રીના કેસમાં SOGએ વધુ બે આરોપીને ઝડપી પાડ્યા

દેવભૂમિદ્વારકાના મુખ્ય મથક ખંભાળિયાથી મરીન ઈન્સ્ટિટ્યૂટના નામે બોગસ ડિગ્રી સર્ટિફેકિટ બનાવવાના કેસમાં વધુ બે આરોપી ઝડપાયા છે. SOGની ટીમે બાતમીના આધારે અગાઉ 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. SOGની તપાસમાં અત્યાર સુધીમાં 28 વ્યક્તિઓએ બોગસ સર્ટિફિકેટ બનાવ્યાનું સામે આવ્યું છે. જેના થકી અલગ-અલગ બોટ, ટગમાં ઉંચા પગારની નોકરી મેળવતા હોવાનો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી બિહારના પટનાનો અમિત કુમાર ફરાર છે. આ સર્ટિફિકેટ માટે અમિત કુમારને 22 હજારથી લઈને 80 હજાર સુધીની રકમ બેંક મારફતે ચુકવવવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં વધુ કેટલાક લોકો સંડોવાયેલા હોવાની આશંકા છે. SOGએ કેસમાં સંકળાયેલા વધુ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Next Video