Devbhoomi dwarka: સતત ત્રીજા દિવસે ડિમોલેશન યથાવત, મેગા ડિમોલેશનને લઈ ફેરી બોટ સર્વિસ બંધ

|

Oct 03, 2022 | 7:32 PM

યાત્રાધામ બેટ દ્વારકામાં ડ્રગ્સ માફિયાના ગેરકાયદે દબાણ પર સતત ત્રીજા દિવસે ડિમોલેશન યથાવત છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટા માથાઓના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.

Devbhoomi dwarka: યાત્રાધામ બેટ દ્વારકામાં ડ્રગ્સ માફિયાના ગેરકાયદે દબાણ પર સતત ત્રીજા દિવસે ડિમોલેશન યથાવત છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટા માથાઓના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. દાંડી હનુમાન રોડ પર નામચીન પાંજરાવાલાનો અતિ આધુનિક બંગલો તોડી પાડવામાં આવ્યો છે. ગૌચર અને ગામતળની જમીનો પર ગેરકાયદે દબાણો હટાવવા માટે હથિયારો સાથે પોલીસે ધામા નાખ્યા છે. બીજી તરફ મેગા ડિમોલેશનને લઈ ફેરી બોટ સર્વિસ બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મહત્વપૂર્ણ છે કે, બેટ દ્વારકામાં સાડા ત્રણ કરોડની કિંમતની જમીન પર બુલડોઝર ફર્યું છે.

દેવભૂમિદ્વારકામાં મેગા ડિમોલેશન સાથે પોલીસે દારૂને લઈ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નશાના કારોબાર સાથે સંકળાયેલા બુટલેગરોના સ્થળો પર પોલીસે દરોડા પાડયા હતા. જયાં મોટી માત્રામાં દારૂ સાથે બે લોકોની પોલીસે ઝડપી પાડયા છે. અંદાજીત 120થી વધુ દારૂની પેટીઓ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં કેટલાક બુટલેગરોના નામ ખુલે તેવી શકયતા છે. મેગા ડિમોલેશન અને પોલીસના દરોડાથી ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Next Video