Dahod: સ્માર્ટ સિટીના ડાયરેક્ટર પદેથી પાલિકા પ્રમુખનું રાજીનામું, મિટીંગમાં પોતાની અવગણના કરાતી હોવાનો આક્ષેપ

|

Jul 05, 2022 | 7:51 AM

દાહોદ નગરપાલિકા પ્રમુખે સ્માર્ટ સિટીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. પાલિકા પ્રમુખે ગત 30 જૂને કલેક્ટરને વોટ્સએપ દ્વારા રાજીનામાનો પત્ર મોકલ્યો હતો.

દાહોદ નગરપાલિકા (Dahod Municipality) પ્રમુખે સ્માર્ટ સિટીના (Smart City) ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. પાલિકા પ્રમુખે ગત 30 જૂને કલેક્ટરને વોટ્સએપ દ્વારા રાજીનામાનો પત્ર મોકલ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બોર્ડની મિટીંગમાં દાહોદ શહેરના વિકાસના પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતા પણ તેમને મહત્વ આપવામાં આવતું ન હતું, ઉપરાંત જે કામો પહેલેથી મંજૂર થયા છે તેની કામગીરી શરૂ કરવામાં પણ ઢીલાશ વર્તવામાં આવી રહી હતી. આમ સમગ્ર મામલે પોતાની અવગણના થઇ રહી હોવાનો આક્ષેપ કરી પ્રમુખે રાજીનામું આપી દીધું છે. જે પછી હવે સ્માર્ટ સીટી પ્રોજેક્ટની કામગીરી કોણ આગળ વધારશે તે એક સવાલ છે.

પર્યાવરણને બચાવવા ચાર ગુજરાતી યુવકોની પહેલ

દુનિયામાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને કારણે દિવસે દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે. ત્યારે દાહોદના (Dahod) એક યુવાન સહિત ચાર ગુજરાતી યુવાનોની ટીમે પ્રદૂષણ અટકાવવા એક નવીન શોધ કરી દીધી છે. આ યુવાનોએ પેટ્રોલથી ચાલતા જુના વાહનોને ઈલેક્ટ્રીક વાહનમાં રૂપાંતરિત કરવાની નવી ટેકનોલોજી તૈયાર કરી છે. આ ટેકનોલોજીની મદદથી હવે જુના પ્રદૂષણ ફેંકતા સ્કૂટરની કાયાપલટ કરી દેવામાં આવશે અને તેને ઈલેક્ટ્રીક વાહન બનાવી દેવામાં આવશે. યુવાનોની આ પહેલ દુનિયામાં પર્યાવરણ બચાવવા માટેનું એક મોટુ પગલુ ગણી શકાય.

દાહોદના યુવક અબ્બાસ લીમડીવાલા અને તેના ચાર મિત્રોએ વર્ષ 2022માં વલ્લભ વિદ્યાનગરની એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એ.ડી.આઇ.ટી.) કોલેજમાં ઓટોમોબાઈલ એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. અબ્બાસ, તેના ચાર મિત્રો સહિત 10 વિદ્યાર્થીઓએ 2019માં તેમના અભ્યાસની સાથેસાથે જ એક ઇલેક્ટ્રિક ચાર્જિગ બાઈક બનાવ્યું હતું. જો કે અભ્યાસ પૂર્ણ થયા પછી આ ચારેય વિદ્યાર્થીઓએ દોઢ- બે વર્ષ અન્યત્ર અનેક સંઘર્ષ કર્યા. જે પછી અમદાવાદ ખાતે “સ્વેપ (SWAP) ઓટોમોટિવ” નામે કંપની બનાવીને તેના નેજા હેઠળ પેટ્રોલથી ચાલતા એક્ટિવા, વિગો જેવા ટુ- વ્હીલરમાં ભારતીય બનાવટની ઈલેક્ટ્રીક કીટ ફીટ કરી ગુજરાતમાં સંભવિત પ્રથમ જ વખત આ નવતર સાહસ કર્યું છે.

 

Next Video