Dahod: 500ના દરની 268 નકલી નોટો ઝડપાઇ, પોલીસે એક આરોપીની કરી ધરપકડ

|

Oct 06, 2022 | 4:40 PM

દાહોદના દેવગઢબારીયામાંથી 500ના દરની 268 નકલી નોટો ઝડપાઈ હતી. દેવગઢબારીયા પોલીસે બાતમીના આધારે સેવનીયા ગામે આરોપીના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન આરોપી પાસેથી 500ના દરની એક જ સિરિઝની નોટો મળી આવી હતી.

Dahod: દાહોદના દેવગઢબારીયામાંથી 500ના દરની 268 નકલી નોટો ઝડપાઈ હતી. દેવગઢબારીયા પોલીસે બાતમીના આધારે સેવનીયા ગામે આરોપીના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન આરોપી પાસેથી 500ના દરની એક જ સિરિઝની નોટો મળી આવી હતી. આરોપી સેવનીયા ગામે મકાન ભાડે રાખીને રહેતો હતો તથા યુટ્યુબના માધ્યમથી નકલી નોટ બનાવવા અંગેની માહિતી મેળવી કલર પ્રિન્ટરના ઉપયોગથી નકલી નોટો બનાવતો હતો. પોલીસે પ્રિયજિત ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરીને નકલી નોટો, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગરબાડામાં તાલુકા પંચાયત સભ્યનું ફિલ્મી ઢબે અપહરણ

મહત્વનું છે કે, થોડા સમય પહેલા દાહોદના ગરબાડા તાલુકા પંચાયતના મહિલા સભ્યનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. પ્રેમલગ્નથી નારાજ માતા- પિતાએ જ પ્લાન બનાવી પોતાની દીકરીને ઉઠાવી ગયા હતા. બનાવની વાત કરીએ તો તાલુકા પંચાયતના સભ્ય વનિતા ગણવા નામની મહિલાએ આઠ મહિના પહેલા ગામના જ યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જેથી નારાજ પરિવાર દીકરીની શોધખોળ કરી રહ્યો હતો. દરમિયાન તાલુકા પંચાયત સભ્ય વનિતા સામાન્ય સભામાં હાજરી પત્રકમાં સહી કરવા આવ્યા હતા. તે સમયે માતા-પિતા પણ ત્યાં આવી ચઢ્યા હતા અને દીકરીને પાછી લઈ જવા માટે TDOની ચેમ્બરમાં જ ખેંચતાણ કરી હતી અપહરણ કરી ફરાર થયા હતા.

Next Video