Gir Somnath: સોમનાથ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર, આજે 15 ઓગસ્ટ અને શ્રાવણીયા સોમવારનો અનોખો સંગમ

|

Aug 15, 2022 | 4:42 PM

આજે શ્રાવણનો ત્રીજો સમોવાર છે. સાથે જ 15મી ઓગસ્ટનો અનોખો સંગમ પણ થયો છે. ત્યારે સોમનાથ દાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.

Gir Somnath: આજે શ્રાવણનો ત્રીજો સમોવાર છે. સાથે જ 15મી ઓગસ્ટનો અનોખો સંગમ પણ થયો છે. ત્યારે સોમનાથ (Somnath temple) દાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ દાદાના દર્શન માટે ભક્તોએ ભીડ જમાવી હતી. ભક્તોએ પવિત્ર શ્રાવણ માસના સોમવારે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ધર્મભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. તો મેહૂલિયાની મહેર વચ્ચે પણ ભક્તો ડગ્યા નહીં અને લાંબી કતારોમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તોએ ભોળાના દર્શન કર્યા હતા.

રાજ્ય સરકારની શ્રવણ તીર્થયાત્રા યોજના હેઠળ સુરતના સિનિયર સિટીઝનોએ સોમનાથની યાત્રા કરી હતી. સિનિયર સિટીઝનો માટે રહેવા જમવા સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદીએ યાત્રિકોને સોમનાથ યાત્રા કરાવી હતી.

દેશભકિતના રંગે સોમનાથ પણ રંગાયું

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના  સોમનાથ મંદિર ધર્મભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું..સોમનાથ આવતા ભક્તોને થઈ રહ્યો છે.. શિવભક્તિ સાથે દેશભક્તિનો અનુભવ થઇ રહ્યો છે.. દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ તીર્થ દેશભક્તિની ગંગોત્રી બન્યું છે.સોમનાથ ટ્રસ્ટે સ્થાનિક પંડિતોના સહયોગથી દર્શને આવતા યાત્રિકો માટે ભક્તિ સાથે દેશભક્તિનો અવિસ્મરણીય અનુભવ આપવા માટે દરેક કપાળ પર ત્રિરંગા (Tiranga) સેવા શરૂ કરી છે.

Next Video