Bhavnagar: રોલિંગ મિલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા, કેન્દ્ર સરકારે નિકાસ ડ્યુટીમાં વધારો કરતા અને સ્ટીલમાં ભાવમાં ઘટાડો

|

May 26, 2022 | 3:59 PM

ભાવનગરના આર્થિક કરોડરજ્જુ ગણવામાં આવતા રોલિંગ મિલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાશે. કેન્દ્ર સરકારે નિકાસ ડ્યુટીમાં વધારો કરતા અને સ્ટીલમાં ભાવમાં ઘટાડો થતા ભાવનગરની કરોડરજ્જુ તૂટી જશે.

ભાવનગરના (Bhavnagar) આર્થિક કરોડરજ્જુ ગણવામાં આવતા રોલિંગ મિલ (Rolling mill) ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાશે. કેન્દ્ર સરકારે નિકાસ ડ્યુટીમાં વધારો કરતા અને સ્ટીલમાં ભાવમાં ઘટાડો થતા ભાવનગરની કરોડરજ્જુ તૂટી જશે. કેન્દ્ર સરકારે તૈયાર સ્ટીલ પર 15 ટકા અને પેલેટ પર 45 ટકાની નિકાસ ડયૂટી લગાડતા આગામી દિવસોમાં તૈયાર સ્ટીલના ભાવ વધુ ગગડવાની શકયતા છે. જેને લઈને રોલિંગ મિલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. જ્યારે બીજી તરફ અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગ પર પણ સ્ક્રેપના ભાવમાં ઘટાડો થતા વેપારમાં નુકસાનીની અસર થઈ છે. સ્ટીલના ભાવમાં રૂપિયા 17000નો ઘટાડો જ્યારે સ્ક્રેપના ભાવમાં 8000ના ઘટાડાથી ભાવનગરના બન્ને મોટા ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 60 રી-રોલિંગ મિલો અને 52 ફર્નેસ મિલો આવેલી છે. જેમાં સળીયા, પટ્ટી, પાટા, ચેનલ, ગડરના ઉત્પાદન થાય છે.

આ તરફ સિહોર રી-રોલિંગ મિલના પ્રમુખે કહ્યું કે, સરકારે તૈયાર માલની નિકાસ પર ડ્યુટી વધારતા ભાવનગરના બે મોટા ઉદ્યોગ પર વિપરીત અસર થશે. ચોમાસામાં બાંધકામ ઉદ્યોગ મંદ ગતિએ પડે છે. તેથી અત્યારે જેટલી તૈયાર સ્ટીલની માંગ છે તેમાં પણ વધુ ઘટાડો જોવા મળશે.

Published On - 3:58 pm, Thu, 26 May 22

Next Video