Corona Vaccine ZyCov-D : ઝાયડ્સ કેડીલાની ઝાયકોવ-ડી વેક્સિનને જલ્દી જ મંજુરી મળવાની શક્યતાઓ

|

Jul 21, 2021 | 11:28 AM

ZyCov-D : આ કોરોના વેક્સિન 12 થી 18 વર્ષના બાળકોને પણ આપી શકાય છે. ઝાયડ્સ કેડીલાએ ઝાયકોવ-ડી કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં 28,000 લોકોનો સમાવેશ કર્યો હતો અને તેમના પર ટ્રાયલ કર્યું હતું. આ સાથે જ 12 થી 18 વર્ષની વયના 1,000 બાળકો સામેલ હતા.

AHMEDABAD : દેશમાં વધુ એક કોરોના વેક્સિનને ઝડપથી મંજુરી મળે તેવી શક્યતા છે. ઝાયડ્સ કેડીલા (zydus cadila) ની ઝાયકોવ-ડી (Zycov-D) વેક્સિનને કેન્દ્ર સરકાર તરફથી જલ્દી જ મંજુરી મળવાની શક્યતાઓ છે. અમદાવાદની ઝાયડ્સ કેડીલા (zydus cadila) એ બનાવેલી ઝાયકોવ-ડી કોરોના વેક્સિન (Corona Vaccine Zycov-D) ના ત્રણેય પરીક્ષણ પુરા થઇ ચુક્યા છે. કેન્દ્ર સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી અઠવાડિયામાં આ વેક્સિનને મંજુરી મળે તેવી પૂરી સંભાવના છે. આ કોરોના વેક્સિન 12 થી 18 વર્ષના બાળકોને પણ આપી શકાય છે. ઝાયડ્સ કેડીલાએ ઝાયકોવ-ડી કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં 28,000 લોકોનો સમાવેશ કર્યો હતો અને તેમના પર ટ્રાયલ કર્યું હતું. આ સાથે જ 12 થી 18 વર્ષની વયના 1,000 બાળકો સામેલ હતા.

Next Video