Corona in Gujarat: અમદાવાદમાં (Ahmedabad) માસ્ક (Mask) વિના ફરતા લોકો સામે AMC એ કડક કાર્યવાહી હાથ ધરી છે. માસ્ક વિનાના 167 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. જેમાં રૂપિયા 1.67 લાખનો દંડ વસુલાયો હોવાનું સામે આવ્યું છે. એએમસીની 80 ટીમો દ્વારા સોસીયલ ડિસ્ટન્સ અને માસ્કનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે નિયમોનો ભંગ કરતા અનેક લોકો ઝડપાયા છે.
તો બીજી તરફ વધતા જતા કોરોના કેસને લઈ સરહદી જિલ્લા દાહોદમાં તંત્ર એલર્ટ થયું છે. જિલ્લામાં વધુ બે કોરોનાના દર્દીઓ નોંધાયા છે ત્યારે અધિકારીઓ પણ એક્શન મોડમાં આવી ગયા છે. ઝાલોદના SDM, ASP, મામલતદાર સહિત આરોગ્ય અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ બજારમાં ફરી માસ્ક વિતરણ કર્યા હતા. બજારમાં ફરી દુકાનદારો અને વાહનચાલકોને ફરજિયાત માસ્ક પહેરી રાખવા સમજાવ્યા હતા. ઉપરાંત સરકારી કચેરીની મુલાકાતે આવતા લોકોને બે ડોઝ લીધા હોવાનું સર્ટીફિકેટ પાસે રાખવા જણાવ્યું હતું.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. 31 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 654 કેસો નોંધાયા હતા, તો 1 જાન્યુઆરીએ 1069 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 559 એટલે કે નવા કેસના 55 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 3927 પર પહોચ્યો છે.