Gujarat માં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 234 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1261 થયા

|

Jun 18, 2022 | 8:28 PM

સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 200 થી વધારે કેસ નોંધાયા છે. જેમાં  18 જૂનના રોજ કોરોનાના નવા 234 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યના કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1261 થઈ ગઈ છે.

ગુજરાતના (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 200 થી વધારે કેસ નોંધાયા છે. જેમાં  18 જૂનના રોજ કોરોનાના નવા 234 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યના કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1261 થઈ ગઈ છે. જેમાં અમદાવાદ (Ahmedabad)  શહેરમાં સૌથી વધારે 130 કેસ નોંધાયા છે. જયારે સુરત 31, વડોદરા 25, ભાવનગર 13, વલસાડ 07, ગાંધીનગરમાં 04, રાજકોટ 04, ભરૂચ 04, જામનગર 03, આણંદ 02, અરવલ્લી 02, કચ્છ 02, મહેસાણા 02, સાબરકાંઠા 02, ખેડા 01, નવસારી 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.01 ટકા થયો છે. તેમજ કોરોનાથી 159 દર્દીઓ સાજા થયા છે.

કોરોના સંકટને કાબુમાં લેવા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મંગળવારે  આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોરોનાના વધતા કેસના પગલે કયા વિસ્તારોમાં કન્ટેઇન્મેન્ટ ઝોન ઊભા કરવા, શાળાઓમાં વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓને વેક્સીન આપી દેવામાં આવી છે અને જેને ન અપાઇ હોય તેમને વેક્સીન આપવા માટેનો શું એક્શન પ્લાન છે. તેના પર ચર્ચા કરવામાં આવી. બીજી તરઉ PHC અને CHC સેન્ટરને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ તમામ લોકોના વેક્સીનેશન પર ફરી ભાર મુકવામાં આવી રહ્યો છે. આ તમામ બાબતોની સમીક્ષા આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી છે.

આ ઉપરાંત એક તરફ સરકારે રાજ્યભરમાં માસ્ક ફરજીયાત કરી દીધા છે. બીજી તરફ આરોગ્ય વિભાગની આ બેઠકમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે આગામી 15થી 20 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.

 

corona update

 

Published On - 8:25 pm, Sat, 18 June 22

Next Video