GANDHINAGAR : પેપરલીક મામલે કોંગ્રેસ ધારાસભ્યો CMને મળ્યા, અસિત વોરાના રાજીનામાની માંગ કરી

|

Dec 21, 2021 | 5:47 PM

PAPER LEAK CASE : કોંગ્રેસ ધારાસભ્યોએ પેપર લીકમાં જવાબદારો સામે આકરા પગલાં લેવાની માગ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી. સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના રાજીનામાની પણ માંગ કરી છે.

GANDHINAGAR : ગૌણ સેવાના પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પેપર લીક થવા મામલે રાજકીય માહોલ ગરમાયો છે.કોંગ્રેસ ધારાસભ્યોએ પેપર લીકમાં જવાબદારો સામે આકરા પગલાં લેવાની માગ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી. સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના રાજીનામાની પણ માંગ કરી છે.વારંવાર થતા પેપકલીકને કારણે વિદ્યાર્થીઓની મહેનત એડે જતી હોવાને કારણે જવાબદારો સામે પગલાં લેવાં કોંગ્રેસે સીએમને રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મુદ્દે રાજ્યભરમાં વિપક્ષે પ્રદર્શન કર્યું હતું. જેમાં ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી અને ભાજપ કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે લાઠીચાર્જ કરતા કેટલાક કાર્યકરો ઘાયલ થયા છે. તેમજ બનાસકાંઠામાં કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા હતા જેની બાદ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આ ઉપરાંત હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકરોએ પ્રદર્શન કરી અસિત વોરાના રાજીનામા અને સીટની રચનાની માગ કરી. તો પોરબંદરમાં વિરોધ કરી રહેલા NSUIના 15 કાર્યકરની પોલીસે અટકાયત કરી. જ્યારે ભાવનગરમાં કલેક્ટર ઓફિસ બહાર કોંગ્રેસના આગેવાન, કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો.

આ પણ વાંચો : PAPER LEAK : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો યુ-ટર્ન, કેમ હવે વિદ્યાર્થી નેતાએ સરકારી રાગ આલાપ્યો ?

આ પણ વાંચો : VADODARA : SSG હોસ્પિટલની સરકારી માયક્રોબાયોલોજી લેબમાં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ થયા

Next Video