Dahod : આદિવાસી ગઢમાં કોંગ્રેસની અગ્નિ પરીક્ષા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દાહોદ આવશે

|

May 12, 2022 | 2:48 PM

આદિવાસી મતબેંક સરકી ન જાય તે માટે કોંગ્રેસે કમર કસી છે અને આ જ મતબેંકને વિખેરાતી જતી બચાવવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) આજે દાહોદ આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી રહ્યાં છે.આ ચૂંટણીમાં તમામ પક્ષોની નજર આદિવાસી વોટબેંક પર છે.જેને લઇ કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.પહેલાથી નબળી કોંગ્રેસને પોતાની વર્ષો જૂની આદિવાસી વોટબેંક સરકી રહી હોવાની ચિંતા સતાવી રહી છે,કારણ કે આ ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની(Aam Admi Party)  નજર પણ આદિવાસી મતબેંક પર છે.જેને લઇ આદિવાસી મતબેંક સરકી ન જાય તે માટે કોંગ્રેસે કમર કસી છે અને આ જ મતબેંકને વિખેરાતી જતી બચાવવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (rahul Gandhi) આજે દાહોદમાં(Dahod)  આવશે.

દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે રાહુલ ગાંધી

રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. સાથે જ આદિવાસી અધિકાર સત્યાગ્રહ સભાનું સંબોધન કરી રાહુલ ગાંધી કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરશે.ઉપરાંત ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે. સાથે જ વિખેરાતી જતી કોંગ્રેસને બચાવવાના પ્રયાસ કરશે.તમને જણાવીદઈએ કે,રાહુલ ગાંધી તમામ ધારાસભ્યો અને આગેવાનો સાથે બેઠક કરશે. જેમાં 27 અનામત અને 10 આદિવાસી પ્રભાવિત બેઠક અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલ અને BTPના છોટુ વસાવાએ હાથ મિલાવ્યાં

આ વર્ષની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદિવાસીના ગઢમાં કોંગ્રેસની (Congress) અગ્નિ પરીક્ષા થશે.આગામી ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની નજર પણ આદિવાસી મતબેંક પર છે.આદિવાસી વોટબેંકને આકર્ષવા ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ (CM Bhpendra Patel) સરકારમાં આદિવાસી સમાજના ચાર નેતાઓને પ્રધાનપદ આપવામાં આવ્યું છે.આ સાથે પીએમ મોદીએ આદિવાસીઓની મદદ માટે આદિવાસી સંમેલન પણ યોજ્યું હતુ..અને આદિવાસીઓને ભાજપ તરફી કરવાનો પ્રયાસ કર્યો હતો.તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ અને BTPના છોટુ વસાવાએ હાથ મિલાવ્યાં છે.ત્યારે આવી સ્થિતિમાં કોંગ્રેસ પોતાની મતબેંકને કેવી રીતે સાચવશે તે પણ એક મોટો સવાલ છે.કોંગ્રેસ સામે તેમની સૌથી મજબૂત વોટબેંકને સાચવવાનો પડકાર છે.

Published On - 8:13 am, Tue, 10 May 22

Next Video