પ્રસંશનીય કામગીરી: પાણી ભરાઈ જતા રસ્તો બંધ થતા ન પહોંચી શકી 108, કર્મચારીઓના પ્રયાસથી સ્ટ્રેચરમાં સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડાઈ

|

Jul 13, 2022 | 8:34 AM

અમરેલના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં વરસાદના કારણે સગર્ભા મહિલા સુધી 108 એમ્બ્યુલન્સ ના પહોંચી શકતા આરોગ્ય તંત્રના કર્મચારીઓ મદદે આવ્યા હતા.

Amreli: અમરેલના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં વરસાદના કારણે સગર્ભા મહિલા સુધી 108 એમ્બ્યુલન્સ ના પહોંચી શકતા આરોગ્ય તંત્રના કર્મચારીઓ મદદે આવ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર અને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા મધરાતે મહિલાને હોસ્પિટલે લઈ જવાઈ હતી. કર્મચારીઓ દ્વારા સ્ટેચરથી મહિલાને દુરની હોસ્પિટલે પહોંચાડી હતી. વરસાદને કારણે રસ્તો બંધ થતા એમ્બ્યુલન્સ પહોંચી ના શક્તા મહિલાને સ્ટ્રેચર પર લઈ જવાઈ હતી.

મહત્વનું છે કે, રાજ્યમાં મેઘો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મેઘ તાંડવ યથાવત રહેશે. રાજ્યમાં આગામી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. રાજયમાં NDRF અને SDRFની 18-18 ટીમ તૈનાત કરાઈ છે. રાજ્યમાં કુલ 18 જળાશય હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર છે.

Published On - 8:32 am, Wed, 13 July 22

Next Video