રાજ્યમાં આગામી 5 દિવસ કોલ્ડવેવની આગાહી, હજુ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી સુધી ગગડશે

| Edited By: | Updated on: Dec 17, 2021 | 6:31 AM

Winter: રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે. ત્યારે જણાવી દઈએ કે આગામી દિવસોમાં તાપમાન 9 થી 12 ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે.

Gujarat Winter: રાજ્યભરમાં ઠંડીનું જોર વધતા શિયાળો જામી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી (Meteorological Department Forecast) મુજબ કચ્છ (Kutch) અને સૌરાષ્ટ્રભરમાં હજુ 5 દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહેશે. તો આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધવાની સંભાવના છે. જણાવી દઈએ કે આગામી દિવસોમાં તાપમાન 9 થી 12 ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે. ત્યારે નલિયામાં સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાથી અને સૂકા પવનો ફૂંકાતા રાજકોટમાં ઠંડીની અસર વર્તાઈ છે.

ત્રણ દિવસમાં અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. એટલું જ નહીં અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ ઠંડી વધશે. મહત્વનું છે કે બુધવારે 4.6 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું.

રાજ્યભરમાં શિયાળાની ઋતુએ જોર પકડવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડિગ્રી નીચું નોંધાતા મોડી સાંજે સામાન્ય કરતાં ઠંડીની વધુ અસર જોવા મળી હતી.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 17 ડિસેમ્બર: આ સમયે રોકાણ સંબંધિત કોઈ પ્લાનિંગ માટે સમય અનુકૂળ નથી, પારિવારિક વાતાવરણ સુખદ રહેશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 17 ડિસેમ્બર: કાર્યક્ષેત્રમાં ખૂબ સ્પર્ધા રહેશે પરંતુ કામ કરતી વખતે, તમારી સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓનું ધ્યાન રાખવું પણ જરૂરી