Porbandar: શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળો ફાટી નીકળવાની ભિતી

|

Jul 21, 2022 | 8:34 AM

વરસાદનું પાણી ભરાતા પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ નગરપાલિકા દ્વારા નિયમિતરૂપે દવા છંટકાવ કે સફાઈ કરવામાં આવતી ન હોવાની લોકોની ફરિયાદ છે.

Porbandar: વરસાદનું પાણી ભરાતા પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ નગરપાલિકા દ્વારા નિયમિતરૂપે દવા છંટકાવ કે સફાઈ કરવામાં આવતી ન હોવાની લોકોની ફરિયાદ છે. શહેરમાં ઠેર-ઠેર ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે. ત્યારે લોકો દ્વારા રોગચાળાની ભિતી સેવાઈ રહી છે. હોસ્પિટલ રોડ, શાક માર્કેટ, એમ.જી.રોડ જેવા વિસ્તારોમાં ગંદકી ઉડીને આંખે વળગે છે. જોકે નગરપાલિકાના સતાધિશો શહેરમાં સફાઈ થતી હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ શહેરમાં ઠેક-ઠેકાણે ખદબદતી ગંદકી નગરપાલિકાના સતાધિશોના દાવા પોકળ હોવાની ચાડી ખાઈ રહી છે.

બે વર્ષ બાદ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન

પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની જાહેરાત થતાં જ વિવાદનો મધપૂડો છેડાયો છે. આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને વિપક્ષે મેળા ગ્રાઉન્ડ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. લોકમેળામાં આવનાર રાઈડ, ચકડોળ મજબૂત નહીં હોય તો અકસ્માતનો ડર વ્યક્ત કર્યો છે. તો સત્તાધારી પક્ષને ભ્રષ્ટચારી ગણાવી મેળાનું આયોજન રદ કરવા અથવા શહેરથી દૂર છાયા અથવા ધરમપુર ગામે લોકમેળો યોજવા સલાહ આપી છે. તો આર.ટી.આઈ એક્ટીવિસ્ટે પણ માગ કરી છે કે, મેળો નગરપાલિકા નહીં પરંતુ કલેક્ટરના નેજા હેઠળ આયોજન કરવામાં આવે.

Next Video