DANG : ગરીબોના હક્કનું અનાજ બરોબર વેંચી નાખવાનો આરોપ, ક્યાં ગયું અનાજ ?

|

Jan 04, 2022 | 5:27 PM

Dang News : મોદી સરકારની ગરીબોને મફત અનાજની સ્કીમ હેઠળનું અનાજ કોઈને આપવામાં આવ્યું નથી. આ સ્કીમ અંતર્ગત માત્ર ચોખા આપવામાં આવ્યાં છે, પણ ગામના એક પણ ગ્રામજનને આ સ્કીમ હેઠળના ઘઉં આપવામાં આવ્યાં નથી.

સરીતા ગાયકવાડના પરિવારે તંત્રને ફરિયાદ કરી છે. હવે તંત્ર ક્યારે પગલા લે છે એ જોવાનું રહ્યું.

DANG :  ડાંગ જિલ્લાના ચિચધરા ગામની સસ્તા અનાજની દુકાનમાં સંચાલક દ્વારા ગરીબોના હક્કનું અનાજ વેંચી નાખવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાતી દોડવીર સરીતા ગાયકવાડના પરિવારે આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે. ચિરધાર ગામની સસ્તા અનાજની દુકાનમાંથી કરાડીઆંબા, કડમાળ અને થોરપાડા ગામના ગરીબ પરિવારોને અનાજ આપવામાં આવે છે. જો કે નિરક્ષર લોકોનો ફાયદો ઉઠાવી દુકાન સંચાલક BPL કાર્ડધારકોને ઓછું અનાજ આપે છે. ઉપરાંત કોરોનાકાળમાં સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવેલું અનાજ પણ આ ગરીબ લોકો સુધી પહોંચ્યું નથી.

આ અંગે કરાડીઆંબાના સ્થાનીક ધનેશ્વર ગાયકવાડે કહ્યું કે દર મહિને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ આપવામાં આવે છે, પણ આ વખતે એવું થયું કે પાવતી લઈને અનાજ લેવા ગયા ત્યારે પૈસા લઈને જે અનાજ આપવામાં આવે છે એ બધું જ આપ્યું. પણ મોદી સરકારની ગરીબોને મફત અનાજની સ્કીમ હેઠળનું અનાજ કોઈને આપવામાં આવ્યું નથી. આ સ્કીમ અંતર્ગત માત્ર ચોખા આપવામાં આવ્યાં છે, પણ ગામના એક પણ ગ્રામજનને આ સ્કીમ હેઠળના ઘઉં આપવામાં આવ્યાં નથી.

આ અંગે આહવા તાલુકાના મામલતદાર યુ.વી.પટેલે જણાવ્યું કે આહવા તાલુકાના ચીચધરા ગામમાં જે સસ્તા અનાજની દુકાન સામે જે ફરિયાદ મળી છે, તેની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે. મામલતદારે કહ્યું કે જો આમાં કોઈના દ્વારા ગેરરીતિ થયાનું જણાશે તો નિયમ અનુસાર પગલા લેવામાં આવશે. આ અંગે સરીતા ગાયકવાડના પરિવારે તંત્રને ફરિયાદ કરી છે. હવે તંત્ર ક્યારે પગલા લે છે એ જોવાનું રહ્યું.

આ પણ વાંચો : Ahmedabad: નારોલ સ્ટોન કિલિંગની ઘટનામાં પોલીસે કરી સ્ટોન કીલરની ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : Ahmedabad : ઉર્જા વિભાગના કથિત ભરતી કૌભાંડ મુદ્દે કોંગ્રેસે સરકાર પર લગાવ્યા આ ગંભીર આક્ષેપો

 

Next Video