Chhotaudepur: નસવાડી નજીક આવેલ કલેડિયા એપીએમસીમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને પૂરતો ભાવ ન મળતાં હરાજી અટકી

|

May 22, 2022 | 3:34 PM

ગઈકાલે 12 હજાર ભાવ બોલાયો હતો પણ આજે 9 હજાર ભાવ બોલતા ખેડૂતોએ સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો. જેના પગલે એક કલાક સુધી હરાજી અટકી ગઈ હતી.

છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં નસવાડી નજીક આવેલ કલેડિયા એપીએમસી (APMC) માં કપાસ વેચવા આવેલા ખેડૂતો (Farmers) ને પૂરતો ભાવ ન મળતા હોબાળે કરી હરાજી (auction) અટકાવી દીધી હતી. 500 જેટલા વાહનો લઈ ખેડૂતો કપાસ વેચાણ માટે લઈને આવ્યા હતા. ગઈકાલે 12 હજાર ભાવ બોલાયો હતો પણ આજે 9 હજાર ભાવ બોલતા ખેડૂતોએ સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો. જેના પગલે એક કલાક સુધી હરાજી અટકી ગઈ હતી. દરમિયાન સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી ખેડૂતોની વહારે આવી મધ્યસ્થી બન્યા હતી. ખેડૂતોએ પૂરતા ભાવ મળશે તો જ કપાસ વેચીશું તેમ જણાવ્યું હતું. જોકે કોઈ નિરાકરણ ના આવતા ખેડૂતો પોતાના વાહન લઈ પરત ગયા હતા.

ધારાસભ્ય અભેસિંહ તડવીએ જણાવ્યું કે કલેડિયા ગામ આગળથી જતો હતો ત્યારે ખેડૂતોએ મને ફોન કર્યો હતો અને એપીએમસી ખાતે આવવા અનુરોધ કર્યો હતો. હું તરત ત્યાં પહોંચ્યો હતો અને મધ્યસ્થી બની બધા જ ખેડૂતોનો કપાસ લેવાય તે માટે ચેરમેનને વાત કરીને પ્રશ્ન હલ કર્યો છે. બીજી બાજુ ચેરમેનનું કહેવું છે કે જ્યારે હરાજી શરૂ થઈ ત્યારે શરૂઆતમાં 2-5 સાધનોમાં માલ ખરાબ હોવાને કારણે ઓછો ભાવ પડ્યો હતો. આથી બીજા ખેડૂતોને એમ લાગ્યું હશે કે ભાવ ઘટ્યા છે તેથી ઉહાપોહ થયો એટલે વેપારીઓ જતા રહ્યા હતા. જોકે પછી વાત કરી અને હરાજી શરૂ કરાવી હતી. 186 સાધન કપાસની ખરીદી થઈ હતી. હરાજી દરમિયાન 186 જેટલા સાધનોની અત્રે હરાજીમાં ખરીદી થઈ હતી.

Next Video