Kutch: દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા, મરીન કમાન્ડોના ફૂટ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યું ચરસ

|

May 03, 2022 | 7:26 PM

સરહદી જિલ્લા કચ્છના દરિયા કિનારેથી નશીલા પદાર્થ મળવાનો સિલસિલો યથાવત છે. નલીયાના પીંગળેશ્વર પાસેના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા છે.

Kutch: સરહદી જિલ્લા કચ્છના દરિયા કિનારેથી નશીલા પદાર્થ મળવાનો સિલસિલો યથાવત છે. નલીયાના પીંગળેશ્વર પાસેના દરિયા કિનારેથી ચરસના (charas) પેકેટ મળી આવ્યા છે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોને ચરસના પેકેટ મળી આવ્યા હતા. હાલ ચરસના પેકેટ જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે, થોડા દીવસ પહેલા કચ્છના દરિયાકાંઠે ATSએ મધદરિયેથી ઝડપેલા 56 કિલો ડ્રગ્સના કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા હતા. દિલ્લીમાંથી રાજી હૈદર, ઈમરાન આમીર, અવતારસિંહ અને અબ્લુદ ખાલીક નામના શખ્સ ધરપકડ કરાઈ હતી. અગાઉ આ કેસમાં 9 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે જેમાંથી 8 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપીની પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાંથી ફરી એકવાર ડ઼્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો જખૌના દરિયા કિનારાથી ગુજરાતની એન્ટી ટેરીરીસ્ટ સ્કોડે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો હતો . જેમાં ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

કચ્છના પશુપાલકને ધર્મપરિવર્તન કરવા મોટી લાલચ અપાઈ

કચ્છના અબડાસાના મુઠીયાર ગામના હિન્દુ પરિવારને ધર્મ પરિવર્તન માટે નનામો પત્ર મળ્યો છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા હિન્દુ પરિવારને નામ જોગ પોસ્ટ મારફતે ધર્મ પરિવર્તન કરવા માટે પત્ર મોકલાયો છે. જેને લઇ હિન્દુ પરિવારે પોલીસને અરજી કરી છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે ધર્મપરિવર્તન કરવા માટે નાણાંકીય લાલચ આપવામાં આવી છે. ધર્મ પરિવર્તન માટે એક લાખથી 10 લાખની સહાય આપવા લાલચ આપવામાં આવી છે. 29 એપ્રિલ મળેલા નનામો પત્ર મળ્યા બાદ હાલ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે અરજીને આધારે ટીખળ માટે કે અન્ય કારણોસર પત્ર લખાયો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Published On - 7:26 pm, Tue, 3 May 22

Next Video