બનાસકાંઠાઃ નર્મદા માઈનોર કેનાલમાં ફરી ગાબડું પડ્યુ, ખેતરોમાં પાણી ફરી વળતા નુક્સાન

|

Jan 12, 2024 | 8:11 AM

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. નર્મદા માઈનોર કેનાલમાં મોટું ગાબડું થરાદ તાલુકામાં પડવાને લઈને ખેડૂતોએ મોટું નુક્સાન વેઠવું પડ્યુ છે. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળવાને લઈ ખેડૂતોના પાકને મોટું નુક્સાન સર્જાયું છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ઘટના કેનાલમાં ગાબડાં પડવાની સામે આવી છે. થરાદ તાલુકાના સેરાઉ નજીક કેનાલમાં ગાબડું સર્જાયું છે. નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડવાને લઈ વિસ્તારના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. જેને લઈ ખેડૂતોએ નુક્સાન વેઠવુ પડ્યુ છે.

આ પણ વાંચો: બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો ચિંતામાં, સાબરકાંઠામાં આ કારણથી થઈ પરેશાની

 

માઈનોર કેનાલમાં ગાબડુ પડવાને લઈ આસપાસના ખેતરોમાં બે મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ છે કે અનેકવાર નર્મદા ના અધિકારીઓને આ અંગે રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ અધિકારીઓ આ અંગે સાંભળતા નથી અને ખેડૂતો પરેશાન બન્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video