Botad: સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા રમાઘાટ ડેમ છલકાયો, ચાલુ સિઝનમાં પ્રથમવાર ડેમ છલકાતા લોકો અને ખેડૂતોમાં ખુશી

|

Sep 06, 2022 | 4:49 PM

બોટાદના ગઢડામાં આવેલો રામાઘાટ ડેમ છલકાયો છે. સૌની યોજના અંતગર્ત ડેમમાં પાણી છોડાતા રામાઘાટ ડેમ છલકાયો છે. ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ગઢડા શહેર અને આસપાસના ગામડાને પીવાનું અને સિંચાઇના પાણીનો લાભ થશે.

બોટાદના ગઢડામાં આવેલો રામાઘાટ ડેમ છલકાયો છે. સૌની યોજના અંતગર્ત ડેમમાં પાણી છોડાતા રામાઘાટ ડેમ છલકાયો છે. ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ગઢડા શહેર અને આસપાસના ગામડાને પીવાનું અને સિંચાઇના પાણીનો લાભ થશે. તો બીજી તરફ સિઝનમાં પ્રથમવાર રામાઘાટ ડેમ છલકાતા સ્થાનિકો અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

ગૌચર પરના દબાણ દૂર ન કરાતા માલધારી સમાજ આકરા પાણીએ

બોટાદના રાણપુરમાં હાઈકોર્ટના હુકમ બાદ ગૌચરના દબાણ દૂર કરવામાં ન આવતા માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.ગૌચરની જમીનો પર ભુમાફિયાના દબાણો દૂર કરવાની માગ સાથે માલધારી સમાજે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.15 વર્ષથી ગૌચરના દબાણો દૂર કરવાની માલધારી સમાજે રજૂઆત કરી છે.છતાં હજુ કોઈ કાર્યવાહી ન થતા માલધારી સમાજમાં રોષ ફેલાયો.

હાલમાં રખડતા પશુ માટે સરકારે બનાવેલા કાયદાને માલધારી સમાજે સમર્થન આપ્યું.સાથે એ પણ કહ્યું કે,રખડતા પશુઓના નવા કાયદાને સ્થાપિત કરવા ગૌચરની જમીનના દબાણો દૂર કરવા જરૂરી છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઇકોર્ટે દબાણો દૂર કરવા બે વખત હુકમ કર્યો છતાં હજુ સુધી કાર્યવાહી થઈ નથી.

Published On - 4:48 pm, Tue, 6 September 22

Next Video