Ahmedabad : દારૂની બોટલ બતાવીને પોલીસને પડકાર ફેંકનારો બુટલેગર ઝડપાયો, ઝેરી દારૂકાંડ બાદ પણ દારૂબંધીના લીરેલીરા !

|

Aug 09, 2022 | 12:19 PM

વાયરલ વીડિયોમાં યુવક આ વીડિયો બનાવી જાણે અમદાવાદ પોલીસે પડકાર ફેંકી રહ્યો હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતુ.

અમદાવાદમાં (Ahmedabad)  દારૂની બોટલ સાથે વીડિયો બનાવનાર બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. જમાલપુરનો બુટલેગર ઝેદ કુરેશીએ દારૂની બોટલો સાથે વીડિયો (viral video) બનાવ્યો હતો જે વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી હતી.ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.વાયરલ વીડિયોમાં યુવક આ વીડિયો બનાવી જાણે પોલીસે પડકાર ફેંકી રહ્યો હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતુ.રાજ્યમાં ઝેરી દારૂકાંડની (botad hooch tragedy) ઘટનાને વધુ સમય થયો નથી ત્યાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો હતો. બોટાદના દારૂકાંડ બાદ સરકાર દારૂના દૂષણને સંપૂર્ણપણે ડામી દેવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે આ પ્રકારના બેખૌફ બુટલેગરો તંત્રને સીધો પડકાર ફેંકી રહ્યા છે.

ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળો પર..!

અમદાવાદમાં અઠવાડિયા પહેલા એક જ દિવસમાં ત્રણ એવી ઘટનાઓ સામે આવી હતી,જેથી બુટલેગરો બેફામ બન્યા છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.પહેલા રાયખડના એક બુટલેગરનો વીડિયો વાયરલ થયો જેમાં તે ખુલ્લેઆમ મંદિરની પાસે દારૂ વેચતો જોવા મળી રહ્યો છે.બાદમાં વધુ એક સાબરમતી રિવરફ્રન્ટનો (Sabarmati riverfront) વીડિયો વાયરલ થયો,જેમાં યુવકે દારૂ અને બિયરના ટીન સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા (Social Media) પર અપલોડ કર્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ આસપાસ કાર ચલાવતો નબીરો હાથમાં બિયરનું ટીન બતાવી રહ્યુ છે.રિવરફ્રન્ટ બ્રિજ પર બિયરની બોટલ સાથેનો વીડિયો બનાવીને યુવકે સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની કામગીરી પર ઘણા સવાલ ઉઠી રહ્યા હતા.

Published On - 12:18 pm, Tue, 9 August 22

Next Video